Skip to main content
Settings Settings for Dark

‘મગજ મજબૂત હશે તો જ શરીર આપશે સાથ’: એક્ટ્રેસ અદા શર્માનો ફિટનેસ મંત્ર

Live TV

X
  • ‘ધ કેરળ સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્મા પોતાની ગ્લેમરસ સ્ટાઈલની સાથે સાથે પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. જોકે, અદા માટે ફિટનેસનો અર્થ માત્ર જીમમાં જઈને બોડી બનાવવી એવો નથી. તાજેતરમાં એક ખાસ વાતચીતમાં અદાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો ફિઝિકલ હેલ્થ પાછળ દોડે છે, પણ મેન્ટલ હેલ્થ (માનસિક સ્વાસ્થ્ય) ને નજરઅંદાજ કરે છે, જે ખૂબ જ જોખમી છે.

    માનસિક સ્વાસ્થ્ય વિના શારીરિક શક્તિ અધૂરી
    અદા શર્માએ જણાવ્યું હતું કે, "જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમે કામ જ નહીં કરી શકો. પરંતુ માત્ર શારીરિક રીતે ફિટ રહેવું પૂરતું નથી. ફિઝિકલ હેલ્થ જાળવી રાખવા માટે માનસિક રીતે મજબૂત હોવું અનિવાર્ય છે. લોકો કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે, પણ મગજના વર્કઆઉટ વિશે વિચારતા નથી. જેમ શરીરના સ્નાયુઓને કસરતની જરૂર હોય છે, તેમ મગજને પણ પડકારોની જરૂર હોય છે."

    બ્રેઈન વર્કઆઉટ: મગજ તેજ કરવાના અદાના નુસખા
    અદા શર્મા પોતે પણ તેના સોશિયલ મીડિયા પર અનેક ‘બ્રેઈન ટીઝર્સ’ અને મગજની કસરતના વીડિયો શેર કરતી રહે છે. તેણે કેટલાક સરળ પણ અસરકારક નુસખા જણાવ્યા:

    કોઓર્ડિનેશન એક્સરસાઇઝ: એક હાથથી ધીમેથી અને બીજા હાથથી ઝડપથી થપથપાવવું.

    શેપ મેકિંગ: એક હાથથી હવામાં ગોળ આકાર બનાવવો અને તે જ સમયે બીજા હાથથી ચોરસ (સ્ક્વેર) આકાર બનાવવો.

    ડાબા-જમણા મગજનું સંતુલન: આવી કસરતો મગજના ડાબા અને જમણા બંને હિસ્સાને સક્રિય કરે છે, જેનાથી એકાગ્રતા વધે છે અને મન શાંત રહે છે.

    સ્નાયુઓનું ઉદાહરણ આપી સમજાવ્યું ગણિત
    અદાએ ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવ્યું કે, "જો તમે માત્ર બાઈસેપ્સ બનાવો અને તમારા હેમસ્ટ્રિંગ (પગના સ્નાયુ) નબળા હોય, તો જો હેમસ્ટ્રિંગમાં ઈજા થાય તો બાઈસેપ્સની તાકાત કોઈ કામની નથી. એવી જ રીતે, જો તમારું મન મજબૂત નથી, તો ગમે તેટલું મજબૂત શરીર તમને સફળતા અપાવી શકશે નહીં." નિષ્ણાંતો પણ માને છે કે ધ્યાન, યોગ, પઝલ્સ અને આવી નાની બ્રેઈન એક્સરસાઇઝ તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ સામે લડવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply