CM રૂપાણીએ ગુજરાતી ફિલ્મોને મળતી આર્થિક સહાયની રકમમાં 25લાખનો કર્યો વધારો
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતી ચલચિત્રોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ચલચિત્ર નીતિ જાહેર કરવામાં આવી છે. આ નીતિ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગ્રેડીંગ માટે નવી ત્રણ કેટેગરી ,A પ્લસ, E અને F ઉમેરવામાં આવી છે.
આ ઉપરાંત આર્થિક સહાયની રકમમાં રૂપિયા 25 લાખ સુધીનો વધારો કરી, રૂપિયા 75 લાખ કરવામાં આવ્યો છે. તો ગ્રેડીંગ માટે લઘુતમ ગુણના ધોરણો 41થી ઘટાડીને 21 કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા સ્વર્ણ કમલનો પુરસ્કાર, એનાયત કરવામાં આવે તેવા ગુજરાતી ચલચિત્રને રૂપિયા 2 કરોડની સહાય મળવાપાત્ર થશે.
આ ઉપરાંત અરજી કરવા માટે, સેન્સર સર્ટિફિકેટની તારીખના બદલે, ફિલ્મ રિલીઝ થયાની તારીખ ધ્યાને લેવામાં આવશે. તો રાજ્ય સરકાર દ્વારા જૂની નીતિની નડતરરૂપ જોગવાઇઓ રદ કરવામાં આવી છે.
