KALKI 2898 AD બોક્સ ઓફિસ પર કરી રહી છે ધમાકેદાર કમાણી..
Live TV
-
પ્રભાસ સ્ટારર ફિલ્મ કલ્કી 2898 એડી આ સમયે ચાહકોની પ્રથમ પસંદગી બની ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. તેની રિલીઝના બીજા દિવસે પણ કલ્કીએ વૈશ્વિક સ્તરે સારી કમાણી કરી છે. હાલમાં દિગ્દર્શક નાગ અશ્વિનની આ ફિલ્મને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ છે. કલ્કી 2989 એડીને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. રિલીઝના બીજા દિવસે પણ કલ્કીએ આખી દુનિયામાં સફળતા મેળવી છે.
ફિલ્મ કલ્કી 2898 એડી ગુરુવારે મોટા પડદા પર રિલીઝ થઈ હતી. શરૂઆતના દિવસે પ્રભાસની આ ફિલ્મે કમાણીના મામલે ધૂમ મચાવી દીધી હતી.એવી ધારણા હતી કે રિલીઝના બીજા દિવસે આ ફિલ્મના વિશ્વવ્યાપી કલેક્શનમાં ઘણો વધારો થશે અને હવે શુક્રવારે એવું જ થયું છે. કલ્કી 2898 એડીની બીજા દિવસની કમાણી વિશે મેકર્સ દ્વારા માહિતી શેર કરવામાં આવી છે.
કલ્કી 2898 એડીના બીજા દિવસના વિશ્વવ્યાપી કલેક્શન વિશે નવીનતમ માહિતી ફિલ્મના નિર્માતાઓ દ્વારા સત્તાવાર X એકાઉન્ટ પર આપવામાં આવી. ફિલ્મે અત્યાર સુધીમાં 298.5 કરોડ રૂપિયાનો ગ્રોસ બિઝનેસ કર્યો છે.પહેલા દિવસે 191.5 કરોડનો બિઝનેસ કર્યો. જ્યારે બીજા દિવસે 107 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો.
તો કલ્કી વીકએન્ડ પર ધમાકો કરશે.આ ફિલ્મ વીકએન્ડ પર સરળતાથી 500 કરોડ રૂપિયાના આંકડાને પાર કરવાની શક્યતા છે.
