Skip to main content
Settings Settings for Dark

 સાબરમતી રિવરફ્રન્ટ પર 12 કરોડના ખર્ચે તૈયાર થયો 1 કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ ભાગમાં એલિસ બ્રિજ અને નહેરુનગરની વચ્ચે એક કિલોમીટર લાંબો લીનિયર ગાર્ડન તૈયાર કર્યો છે. ૧૨ કરોડના ખર્ચે બનેલો આ ગાર્ડન અમદાવાદના ઇતિહાસને જાળવવાની સાથે શહેરની વિકાસયાત્રાને પણ પ્રદર્શિત કરે છે. અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે.

    સાબરમતી રિવરફ્રન્ટ પર રુ. 12 કરોડના ખર્ચે એક કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. આ ગાર્ડન એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજ વચ્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ બગીચો માત્ર હરવા-ફરવાનું સ્થળ માત્ર નથી, પરંતુ પણ અમદાવાદના ઇતિહાસ અને વિકાસની ઝલકને રજૂ કરતું કેન્દ્ર પણ છે. વરિષ્ઠ નાગરિકો અને બાળકો માટેની વિશેષ સુવિધાઓ સાથે આ ગાર્ડન નવા વર્ષે ખુલ્લો મૂકાશે. ત્યારે ચાલો જાણીએ આ નવલા નજરાણા વિશે...

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ ભાગમાં એલિસ બ્રિજ અને નહેરુનગરની વચ્ચે એક કિલોમીટર લાંબો લીનિયર ગાર્ડન તૈયાર કર્યો છે. ₹૧૨ કરોડના ખર્ચે બનેલો આ ગાર્ડન અમદાવાદના ઇતિહાસને જાળવવાની સાથે શહેરની વિકાસયાત્રાને પણ પ્રદર્શિત કરે છે. અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે.

    રિવરફ્રન્ટ પર બનેલા આ લીનિયર ગાર્ડનને લઈને અમદાવાદ વાસીઓમાં ખૂબ ઉત્સાહ છે. નાગરિકો આને શહેર માટે એક મોટી ઉપલબ્ધિ માને છે. આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે. આ ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક વધશે અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડશે.

     પીપીપી (PPP) મોડેલ પર વિકસેલો આ લીનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં જ શહેરવાસીઓ માટે ખુલ્લો મૂકાશે. આ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક-વ્યવસ્થા છે, સાથોસાથ બાળકોના રમવા માટેની સુવિધાઓ છે. લીનિયર ગાર્ડન રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓના આનંદમાં વૃદ્ધિ કરશે, તે નક્કી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply