Skip to main content
Settings Settings for Dark

અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડની કિંમતનું 518 કિલો કોકેઈન જપ્ત, છેલ્લા 10 દિવસમાં 13 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું

Live TV

X
  • દેશની રાજધાની દિલ્હી બાદ હવે ગુજરાતમાંથી કોકેઈનનો મોટો જથ્થો ઝડપાયો છે. બજારમાં તેની કિંમત 5 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

    દિલ્હી અને ગુજરાત પોલીસે રવિવારે અંકલેશ્વરમાં સંયુક્ત ઓપરેશનમાં રૂ. 5 હજાર કરોડની કિંમતનું 518 કિલો કોકેન જપ્ત કર્યું છે. આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ નવી રિકવરી આ મહિનાની શરૂઆતમાં દિલ્હીમાં જપ્ત કરવામાં આવેલા 700 કિલો કોકેઈનના કેસ સાથે સંબંધિત છે. આ સાથે અત્યાર સુધીમાં 1,289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળી આવ્યો છે. તેની કુલ કિંમત 13 હજાર કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. આ મામલે અત્યાર સુધીમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    સૂત્રોએ જણાવ્યું હતું કે દેશની કોઈપણ એજન્સી તરફથી કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી માનવામાં આવે છે. દિલ્હી પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 700 કિલો કોકેઈન જપ્ત કરવાના કેસની તપાસ દરમિયાન સ્પેશિયલને જાણવા મળ્યું કે, આ ડ્રગ્સ અંકલેશ્વર સ્થિત આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી લાવવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, રવિવારે સ્પેશિયલ સેલની એક ટીમ ગુજરાત મોકલવામાં આવી હતી અને કંપનીના વેરહાઉસમાંથી કોકેઈન મળી આવ્યું હતી. તેમણે કહ્યું કે સ્થળ પરથી પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

    પોલીસે જણાવ્યું હતું કે, દુબઈ અને બ્રિટનથી કાર્યરત કથિત આંતરરાષ્ટ્રીય ગેંગના સંબંધમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. 2 ઑક્ટોબરે, સ્પેશિયલ સેલે દક્ષિણ દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસમાંથી 560 કિલોથી વધુ કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો જપ્ત કર્યો હતો, જેની કિંમત 5 હજાર 620 કરોડ રૂપિયા છે અને ચાર લોકોની ધરપકડ કરી હતી. આ પછી અન્ય બે લોકોની અમૃતસર અને ચેન્નાઈથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગુરુવારે ઉત્તર પ્રદેશના હાપુડમાંથી અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે, જે આ કેસમાં ધરપકડ કરાયેલ સાતમી વ્યક્તિ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply