અંકલેશ્વર લાયન્સ ક્લબ વુમન દ્વારા મહિલાઓ માટે કેન્સર નિદાન અને માર્ગદર્શન સેમિનાર યોજાયો.
Live TV
-
મહિલાઓને કેન્સર સામે જાગૃત કરવા માટે ગઈ કાલે અંકલેશ્વર લાયન્સ ક્લબ વુમન દ્વારા બહેનો માટે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનો ભોગ બનતી મહિલાઓના અવેરનેસ નિઃશુલ્ક મેમોગ્રાફી અને પેપ્સમિયર ટેસ્ટનું આયોજન કર્યું હતું જે ઘણું કારગર નીવડ્યું હતું.
અંક્લેશ્વર શહેરને જાગૃત અને વાયબ્રન્ટ રાખવામાં લાયન્સ ક્લબનો ફાળો ખૂબ મહત્વનો હોય છે. સમયાંતરે આપણી ફૂડ હેબિટ, રૂટીન જીવનશૈલી અને બાહ્ય પરિબળો બદલાતા લોકોનું સ્વાસ્થ્ય વધારેને વધારે ખોરવાતું ગયું છે .પરિણામે કેન્સરના કેસો વધવા લાગ્યા છે.
બહેનો પણ બ્રેસ્ટ કૅન્સર અને સર્વાઇકલ કૅન્સરનો ભોગ બની રહી છે ત્યારે માનવ સેવામાં મોખરે રહેતી લાયન્સ ક્લબ ઓફ અંક્લેશ્વર વુમન ક્લબે ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ અને લાયન્સ ક્લબ ઓફ અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સંપૂર્ણ સહયોગથી આજે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
જેમાં અંક્લેશ્વર જીઆઈડીસીની સ્થાનિક બહેનો કે જેમાં કેન્સરને લઈને શંકાસ્પદ લક્ષણો જણાતા હોય અને કેન્સર ટેસ્ટ માટે આર્થિક ભીંસ અનુભવતી હોય તેમના માટે ફ્રી મેમોગ્રાફી અને પેપ્સમિયર ટેસ્ટ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
