Skip to main content
Settings Settings for Dark

અણીદ્રા ગામે ગેરકાયદેસર ડીઝલ વેચાણ કરતું મીની બ્રાઉઝર ઝડપાયુ

Live TV

X
  • સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના અણીદ્રા ગામે પેટ્રોલ પંપની આકસ્મિક તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ડીઝલનું વેચાણ કરતું મીની બ્રાઉઝર ઝડપાયું છે.

    જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.‘સત્યમ પેટ્રોલિયમ’ (BPCL) ખાતે તપાસ દરમિયાન મીની બ્રાઉઝર દ્વારા આસપાસના ગામોમાં ડીઝલ વેચાતું હોવાનું સામે આવ્યું હતું. બ્રાઉઝર માટે જરૂરી પરવાના, PESO લાઇસન્સ, સ્ટેમ્પિંગ અને કેલિબ્રેશનની મંજૂરી લેવામાં આવી ન હોવાનું તપાસમાં જણાયું હતું.

    પુરવઠા વિભાગે મીની બ્રાઉઝર અને ડિસ્પેન્સિંગ યુનિટની અંદાજિત કિંમત રૂ. 12 લાખ તથા 900 લીટર ડીઝલની કિંમત રૂ. 88,920 સહિત કુલ રૂ. 12.88 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર પેટ્રોલિયમ પદાર્થોના વેચાણ અને સંગ્રહ સામે નિયમ મુજબ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
apply