અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈન-સ્પેસના મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ દરમિયાન પ્રધાનમંત્રી અમદાવાદના બોપલ ખાતે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન એટલે કે ઈન-સ્પેસના મુખ્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.
આ કાર્યક્રમમાં સ્પેસ આધારિત એપ્લિકેશન્સ અને સેવાઓમાં કામ કરતી ઈન-સ્પેસ અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે એમઓયુમાં કરવામાં આવશે. અવકાશ ક્ષેત્રે ખાનગી સંસ્થાઓને સક્ષમ કરવાથી અવકાશ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળશે અને દેશના તેજસ્વી યુવાનો માટે તકોના નવા માર્ગો ખુલશે.
