અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીજીના જન્મદિવસની કરી ઉજવણી
Live TV
-
અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીજીના જન્મદિવસની કરી ઉજવણી
આજે રેંટિયા બારસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીજીની તિથિ અનુસાર જન્મ દિવસ છે. જે અંતર્ગત અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક અનોખી અને વિચારપ્રેરક ઉજવણી કરવામાં આવી. રિવરફ્રન્ટ ખાતે ગુજરાત વિદ્યાપીઠના આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓએ ગાંધીજીના ચિરપરીચિત ચરખાને નદી કિનારે એકસાથે કાત્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના સહકારિતા મંત્રી જગદિશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર અને સાંસદ દિનેશ મકવાણા સહિત અન્ય મહેમાનો હાજર રહ્યા હતા. જ્યા ગુજરાતના સહકારિતા મંત્રી જગદિશ વિશ્વકર્માએ પણ રેંટિયો કાતીને આ ગૌરવમય પરંપરાને આદરપૂર્વક સહકાર આપ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોને ગાંધીજીના સ્વદેશી વિચાર, આત્મનિર્ભરતા અને ખાદી સાથેના સંબંધને અનુભવી શકાય તેવા કાર્યો દ્વારા જોડવાનો પ્રયાસ કર્યો હતો.
