Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના ગુરુકુળ રોડમાં પૂર્વી ટાવરના ફ્લેટમાં આગનો બનાવ ,આ આગના બનાવમાં કોઇ જાનહાનીનો બનાવ બન્યો નથી

Live TV

X
  • અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલા પૂર્વી ટાવરના ફ્લેટમાં આગનો બનાવ બન્યો છે. પૂર્વી ટાવરમાં એસીમાં આગ લાગી હોવાની વિગતો સામે આવી છે. આગના બનાવના પગલે થોડો સમય અફરા-તફરી સર્જાઈ  હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ બનાવ સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 20 જેટલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

    ગુરુકુળ રોડ પર સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરના 8માં માળે એક ફ્લેટમાં આગનો બનાવ બન્યો હતો. એસીમાં કોઇ ખામી સર્જાયા બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી  સામે આવી છે . સ્થાનિકોમાં થોડો સમય અફરા-તફરી મચી ગઇ હતી.આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા છે. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાઈ હતી.

    પ્રાથમિક વિગત અનુસાર, એસીના કમ્પ્રેસરમાં આગ લાગ્યા બાદ ઘરમાં રહેલા અન્ય બે ગેસના બોટલ પણ ફાટ્યા હતા. જેના કારણે આગ ફેલાઈ હતી. આગનો બનાવ બનતા ઘરના તમામ લોકો સુરક્ષિત બહાર આવી ગયા હતા. બનાવ અંગે ફાયર વિભાગના અધિકારી દ્વારા જાણવવામાં આવ્યું હતું . કે  હાઇડ્રોલિક પ્લેટફોર્મ કમ સ્નોર્કેલની મદદથી 8 લોકોને રેસક્યૂ કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 12થી વધુ લોકોને સીડી મારફત નીચે ઉતારવામાં આવ્યા હતા. આ આગના બનાવમાં કોઇ જાનહાનીનો બનાવ બન્યો નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply