Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના નારાયણા હોસ્પિટલમાં CMના હસ્તે રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન

Live TV

X
  • રાજ્યમાં કેન્સરની સારવારને વધુ સુલભ અને અત્યાધુનિક બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની નારાયણા હોસ્પિટલ ખાતે નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નારાયણા હેલ્થના સ્થાપક અને જાણીતા કાર્ડિયાક સર્જન ડૉ. દેવી શેટ્ટી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

    રાજ્યમાં કેન્સરની સારવારને વધુ સુલભ અને અત્યાધુનિક બનાવવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદની નારાયણા હોસ્પિટલ ખાતે નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નારાયણા હેલ્થના સ્થાપક અને જાણીતા કાર્ડિયાક સર્જન ડૉ. દેવી શેટ્ટી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

    ‘હેલ્સિયન’ ટેકનોલોજીની ખાસિયત
    આ નવા સેન્ટરમાં સ્થાપિત 'હેલ્સિયન' (Halcyon) સિસ્ટમ કેન્સરની સારવારમાં ગેમ-ચેન્જર સાબિત થશે. આ આધુનિક ટેકનોલોજીની વિશેષતા એ છે કે તે કેન્સરગ્રસ્ત ગાંઠને નિશાન બનાવીને અત્યંત સચોટ અને ઝડપી રેડિયેશન આપે છે, જેનાથી આસપાસના તંદુરસ્ત કોષોને નુકસાન થતું નથી.

    એક જ છત નીચે સંપૂર્ણ સારવાર
    આ નવી સુવિધાના ઉમેરા સાથે હવે નારાયણા હોસ્પિટલમાં મેડિકલ, સર્જિકલ અને રેડિયેશન ઓન્કોલોજી એમ ત્રણેય મહત્વની સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ બની છે. મુખ્યમંત્રીએ સેન્ટરની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ વ્યવસ્થાથી અમદાવાદ અને આસપાસના જિલ્લાઓના કેન્સરગ્રસ્ત દર્દીઓને હવે સારવાર માટે અન્યત્ર ભટકવું નહીં પડે અને તેમને એક જ સ્થળે સંપૂર્ણ સારવાર મળી રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
apply