અમદાવાદના શેલામાં બિલ્ડિંગમાં ભીષણ આગ
Live TV
-
અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. આજે ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઈટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
ત્રીજા માળની આગ ચોથા માળે પ્રસરી
મળતી માહિતી પ્રમાણે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઈટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગ ધીમે ધીમે ચોથા માળે પણ પ્રસરી હતી. આગના ધૂમાડો 15 માળ સુધી ફેલાયો હતો. આગની ઘટનાની જાણ થતાં રહિશોમાં અફરા તરફી મચી ગઈ હતી.ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
બિલ્ડિંગમાં આજે 26 માર્ચે સવારે 8:00 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની સૌપ્રથમ બેથી ત્રણ ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ આગની ગંભીર સ્થિતિને જોતા એક પછી એક ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
