અમદાવાદમાં આજથી AMTS અને BRTSની બસ સેવા શરૂ
Live TV
-
શહેરમાં કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા જ દોડતી હતી બસો..આજથી તમામ બસો શહેરમાં રાબેતા મુજબ દોડશે..
અમદાવાદમાં મેટ્રો, બાગ બગીચા શરૂ કર્યા બાદ જાહેર જનતા માટે આજથી AMTS અને BRTSની બસ સેવા શરૂ કરવામાં આવશે. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 50 ટકા જ બસો દોડાવવામાં આવી હતી. ત્યારે આજથી તમામ બસો રાબેતા મુજબ શહેરમાં દોડશે. સવારે 6 થી રાતે 11 વાગ્યા સુધી 149 રૂટ પર , 700 બસો દોડશે. તેમજ BRTSના 13 રૂટ પર 222 બસો દોડતી થશે. જો કે AMTSની બસ જ્યાંથી ઉપડશે , ત્યાંથી જ બસમાં મુસાફરોને લેવામાં આવશે. વચ્ચે ક્યાંય બસ ઉભી રહેશે નહીં. એટલે કે વચ્ચેથી કોઈ મુસાફરોને લેવામાં આવશે નહીં. માત્ર 50 ટકા જ મુસાફરો બેસી શકશે.
બસમાં મુસાફરી કરતા પહેલા આટલી વાતોનું પાલન કરવું ઘણું જ જરૂરી છે. બસમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત છે. સ્ટેન્ડીંગ મુસાફર લેવામાં આવશે નહીં. AMTS બસની અંદર કંડકટરની સૂચનાઓનું પાલન કરવું. BRTS બસ સ્ટેન્ડ પર ગાર્ડની સૂચનાઓને અનુસરવાનું રહેશે, તથા કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કરવુ નહીં. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ ખૂબ જ જરૂરી છે. બસમાં 50 ટકા મુસાફરોએ જ બેસવાનું રહેશે. મુસાફરી કરતી વખતે હાથ સેનેટાઇઝ કરવાના રહેશે.
