અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કાર્યકરો સાથે ઘુળેટીની ઉજવણી કરી
Live TV
-
ગાંધીનગર લોકસભાના કાર્યાલય ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાર્યકરો જોડે એકબીજાને રંગ લગાવી ઘુળેટીની ઉજવણી કરી
ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે ગાંધીનગર લોકસભાના કાર્યાલય ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કાર્યકરો જોડે એકબીજાને રંગ લગાવી ઘુળેટીની ઉજવણી કરી હતી. ગુજરાત ઘુળેટીના રંગે રંગાયું છે. ગાંધીનગર લોકસભા પરિવાર આયોજિત ધુળેટી મહોત્સવમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહે એકબીજાને રંગ લગાવી કાર્યકરો સાથે ઘુળેટીની ઉજવણી કરી હતી.
અમિત શાહે દેશના નાગરિકોને ઘુળેટીની શુભકામના આપી.તેમણે જણાવ્યું કે તહેવારો આપણા દેશની ધરોહર સમાન છે. હોળીમાં દરેક ધર્મના લોકો રંગે રંગાય છે.
