અમદાવાદમાં ટપાલ ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણ માટે ‘ડાક અદાલત’નું આયોજન
Live TV
-
ટપાલ સેવાઓનો ઉપયોગ કરતા ગ્રાહકોની ફરિયાદોને અસરકારક રીતે અને સમયસર નિવારવા માટે, અમદાવાદ શહેર વિભાગના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા એક મહત્વપૂર્ણ ‘ડાક અદાલત’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અદાલત તા.30/12/2024ના રોજ બપોરે 11:00 કલાકે સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, શહેર વિભાગ, અમદાવાદ 38009ની કચેરી ખાતે યોજાશે.ડિસેમ્બર મહિનાની આ ડાક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય: ટપાલ સેવાના ગ્રાહકોને તેમની ફરિયાદો સીધા વિભાગીય વડા સમક્ષ રજૂ કરવાની તક પૂરી પાડવાનો છે. સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર) દ્વારા દરેક ફરિયાદ વ્યક્તિગત રૂપે સાંભળવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ સમયસીમાની અંદર જ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે.
ગ્રાહકો તેમની ફરિયાદો ટપાલ, મની ઓર્ડર અને સિગ્નેચર સેવિંગ્સ યોજનાઓ સંબંધિત બાબતો માટે કરી શકશે.ફરિયાદીઓએ પોતાની અરજીઓ સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ (અમદાવાદ શહેર), પહેલો માળ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, નવરંગપુરા, અમદાવાદ 38009 ને સંબોધીને મોકલવાની રહેશે. ફરિયાદો સ્વીકારવાની નિયત તારીખ 24/12/2024 નક્કી કરવામાં આવી છે. આ તારીખ પછી મળેલ કોઈપણ ફરિયાદોને ડાક અદાલતમાં લેવામાં આવશે નહીં.
ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કે તેમની ફરિયાદ વિનયપૂર્વક, સ્પષ્ટ અને ટૂંકમાં રજૂ કરે. વધુમાં, ડાક અદાલત અંતર્ગત માત્ર અમદાવાદ શહેરની પોસ્ટ ઓફિસ સંબંધિત ફરિયાદો જ ધ્યાને લેવાશે. નીતિ વિષયક બાબતોની ફરિયાદો આ અદાલતમાં ધ્યાને લેવાશે નહીં.
