Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા તંત્ર સક્રિય: DGP અને મનપા કમિશનર દ્વારા એસ.જી. હાઈવેનું નિરીક્ષણ

Live TV

X
  • અમદાવાદ:શહેરમાં દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિકના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે.

    રાજ્યના DGP જી.એસ. મલિક અને મનપા કમિશનરે આજે એસ.જી. હાઈવે પર સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું.પેલેડિયમ મોલ ચાર રસ્તાથી લઈને વૈષ્ણવદેવી સર્કલ સુધીના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. પેલેડિયમ મોલ ક્રોસ રોડ પર ટ્રાફિક ઘટાડવા માટે કરવામાં આવેલા ફેરફારો (કટ બંધ કરવાની કામગીરી) અને ટ્રાફિક ફ્લોની સ્થિતિ તપાસવામાં આવી હતી. DGP જી.એસ. મલિકે કારગીલ ચાર રસ્તા સુધી મુલાકાત લઈ ટ્રાફિક નિયંત્રણ અને વાહનોની અવરજવરને વધુ સુચારુ બનાવવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.પોલીસ અને મનપા વચ્ચેના સંકલન દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આગામી સમયમાં વધુ નક્કર પગલાં લેવામાં આવશે તેમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply