Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં પતંગોત્સવ: PM મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો થશે પ્રારંભ

Live TV

X
  • ગુજરાતની શાન અને પતંગ રસિયાઓનો માનીતો ઉત્સવ એટલે કે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ આ વર્ષે નવી ઊંચાઈઓ સર કરવા તૈયાર છે. આગામી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરાવશે. આ પ્રસંગે જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ પણ ખાસ ઉપસ્થિત રહીને આ સાંસ્કૃતિક ધરોહરને નિહાળશે.

    વૈશ્વિક પતંગબાજોનો જમાવડો
    આ વર્ષે મહોત્સવમાં વિશ્વના ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો ભાગ લેશે. કુલ ૧,૦૭૧ પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરશે, જેમાં ભારતનાં ૧૩ રાજ્યો અને ગુજરાતના ૧૬ જિલ્લાઓના પતંગબાજો સામેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવને અત્યંત ભવ્ય બનાવવામાં આવ્યો છે.

    મુખ્ય આકર્ષણો: કિંજલ દવેનો ડાયરો અને નાઈટ કાઈટ ફ્લાઈંગ
    અમદાવાદમાં ૧૨ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ ઉત્સવમાં ૧૩ જાન્યુઆરીએ ખાસ 'રાત્રિ પતંગ ઉડાન' (Night Kite Flying) યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલબેન દવે પોતાની રજૂઆતથી પ્રેક્ષકોને ડોલાવશે. આ ઉપરાંત હેરિટેજ હવેલી, પૌરાણિક પોળનું નિદર્શન, હસ્તકલા બજાર અને પતંગ મ્યુઝિયમ મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે.

    સમગ્ર ગુજરાતમાં પતંગોત્સવનો માહોલ: આ મહોત્સવ માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી. આ વર્ષે નીચે મુજબના શહેરોમાં પણ ઉજવણી થશે:

    ૧૦ જાન્યુઆરી: રાજકોટ, સુરત અને કચ્છ (ધોળાવીરા)

    ૧૧ જાન્યુઆરી: વડનગર, શિવરાજપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)

    ૧૩ જાન્યુઆરી: વડોદરા

    પર્યટનમાં મોટો ઉછાળો આવવાની આશા
    વર્ષ ૨૦૨૫માં ૩.૮૩ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો ૫ લાખને પાર કરી જશે તેવો અંદાજ ગુજરાત ટૂરિઝમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ૧૫ ફૂડ સ્ટોલ અને ૨૫ હસ્તકલા સ્ટોલ દ્વારા સ્થાનિક રોજગારી અને કલાને પણ મોટું પ્લેટફોર્મ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply