અમદાવાદમાં રિક્ષા હડતાળ વચ્ચે મુસાફરોની સુવિધા માટે AMTSની વધારાની બસો તૈનાત
Live TV
-
અમદાવાદ: ઓટો રિક્ષા ચાલકોની હડતાળને પગલે મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને AMTS દ્વારા શહેરમાં વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ અને બસ સ્ટેશનો પર વધારાની બસો, કન્ટ્રોલરો તથા ફ્લાઈંગ ટીમોની તૈનાતી કરીને મુસાફરો માટે આગોતરું આયોજન હાથ ધરાયું છે.
અમદાવાદ:
ઓટો રિક્ષા ચાલકોની હડતાળને પગલે મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને AMTS દ્વારા શહેરમાં વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ અને બસ સ્ટેશનો પર વધારાની બસો, કન્ટ્રોલરો તથા ફ્લાઈંગ ટીમોની તૈનાતી કરીને મુસાફરો માટે આગોતરું આયોજન હાથ ધરાયું છે.
મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ પર કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થા
-
રાણીપ GSRTC બસ સ્ટેશન: બે કન્ટ્રોલર અને બે વધારાની બસો તૈનાત કરવામાં આવી છે, જે મુસાફરોને ઈન્કમટેક્સ, નટરાજ, પાલડી, ગીતામંદિર અને કાલુપુર સુધી પહોંચાડશે. આ ઉપરાંત, અહીંથી પસાર થતી વિવિધ રૂટોની આશરે 90 બસો કાલુપુર, મણિનગર, લાલદરવાજા, વાસણા અને પાલડી માટે ઉપલબ્ધ રહેશે.
-
સાબરમતી ધર્મનગર રેલ્વે સ્ટેશન: એક સ્પેર ડ્રાઈવર, ફ્લાઈંગ ટીમ અને બે વધારાની બસો કાલુપુર તથા મણિનગર રૂટ માટે ફાળવવામાં આવી છે. આ વિસ્તારના રૂટોની અન્ય 28 બસો લાલદરવાજા, વાડજ, મણિનગર અને કાલુપુર સુધી સેવા આપશે.
-
વટવા રેલ્વે સ્ટેશન: એક કન્ટ્રોલરની નિમણૂક સાથે બે વધારાની બસો ગીતામંદિર મારફતે કાલુપુર અને મણિનગર માટે મુકવામાં આવી છે. સાથે જ, 8 બસો ગીતામંદિર થઈને લાલદરવાજા સુધી ચાલુ રહેશે.
-
ગીતામંદિર હબ: ફ્લાઈંગ ટીમની તૈનાતી સાથે દર 15થી 20 મિનિટના અંતરે વિવિધ વિસ્તારો માટે બસ સેવાઓ ઉપલબ્ધ રખાશે.
-
કાલુપુર રેલ્વે સ્ટેશન: સારંગપુર કેબિન કન્ટ્રોલર, બે ફ્લાઈંગ ટીમો અને ચાર વધારાની બસો તૈનાત કરાઈ છે. આ વિસ્તારમાંથી પસાર થતી 50થી વધુ બસો ગીતામંદિર, લાલદરવાજા, વાડજ અને નરોડા રૂટ પર સતત દોડશે.
આ વિશેષ આયોજનના કારણે હડતાળ દરમિયાન પણ મુસાફરોને જાહેર પરિવહનની સુવિધા સરળતાથી મળી રહેશે અને શહેરની દૈનિક અવરજવર પર ન્યૂનતમ અસર પડશે.
-
