Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં રોડપેચ વર્કની કામગીરી કરાઈ શરૂ

Live TV

X
  • અમદાવાદ જિલ્લામાં ચોમાસાના વિરામ બાદ, માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રસ્તાઓના સમારકામ અને નવીનીકરણની કામગીરી કરવામાં આવી છે.

    આ પહેલનો મુખ્ય હેતુ વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને ઝડપથી સમારકામ કરીને નાગરિકો માટે સુગમ અને સુરક્ષિત વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવાનો છે.હાલમાં ધોળકા, દસક્રોઇ, સાણંદ, બાવળા, વિરમગામ, માંડલ, દેત્રોજ, ધંધુકા અને ધોલેરા તાલુકામાં ડામર પેચ વર્કનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

    ઓડકી એપ્રોચ રોડ, કોકતા-નદીયાણા-જોષીપુરા રોડ, લિયા-કરકથલ રોડ, માંડલ-દાલોદ (O.D.R.), કમોડ-પીરાણા (O.D.R.), પીરાણા-નાઝ-જેતલપુર (M.D.R.) માર્ગો પર મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, ક્ષતિ પામેલા ભાગો પર હોટ મિક્સ, રોલર અને પેવર દ્વારા પેચવર્ક અને માર્ગ મરામતની કામગીરી કરવામાં આવી છે. હાલમાં, ધંધુકા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ ધોલેરા-રાહતળાવ રોડનું કામ પણ પ્રગતિમાં છે.

    આ ઉપરાંત, માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા એવા રસ્તાઓનું પણ નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે, જેને છેલ્લા સાત વર્ષથી રી-સરફેસ કરવામાં આવ્યા નથી. આ કામગીરીનો હેતુ માત્ર સમારકામ જ નહીં, પરંતુ રસ્તાઓની ગુણવત્તામાં સુધારો કરીને તેમને વધુ ટકાઉ બનાવવાનો પણ છે.આ પહેલથી નાગરિકોને ચોમાસા બાદ થતી પરેશાનીઓમાંથી રાહત મળશે અને વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સરળ બનશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply