અમદાવાદમાં RTOની નવી હાઇટેક ઓફિસ તૈયાર
Live TV
-
બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળ ધરાવતા સંપૂર્ણ વાતાનુકૂલિત આ બિલ્ડિંગમાં અંદાજે 230 મુલાકાતીઓ માટે વેઇટીંગ એરીયા, લિફ્ટ અને દિવ્યાંગો માટે હેન્ડીકેપ રેમ્પની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે RTO ઓફિસનું ભવ્ય નિર્માણ થયું છે. નવી હાઈટેક ઓફિસ આશરે ₹ 62.26 કરોડના ખર્ચે તૈયાર કરાઈ છે. 12787 ચો.મી.ના વિશાળ બિલ્ટઅપ એરીયા અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નાગરિકોને મળશે સ્માર્ટ સેવાનો શ્રેષ્ઠ અનુભવ મળશે અને 'Ease of Living' વધશે.
બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 3 માળ ધરાવતા સંપૂર્ણ વાતાનુકૂલિત આ બિલ્ડિંગમાં અંદાજે 230 મુલાકાતીઓ માટે વેઇટીંગ એરીયા, લિફ્ટ અને દિવ્યાંગો માટે હેન્ડીકેપ રેમ્પની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત, અદ્યતન ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર AI-આધારિત ટેસ્ટિંગ ટ્રેક, કંટ્રોલ રૂમથી અરજદારોના સમયની બચત થશે અને પારદર્શક ડિજિટલ સેવાઓનો લાભ મળશે.
