અમદાવાદ ખાતે ટેક્સ કોન્ક્લેવ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
અમદાવાદમાં ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ઈન્ક્મ ટેક્સ બાર એસોસિએશન દ્વારા , ટેક્સ કોન્ક્લેવ ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. ડાયરેક્ટ અને ઇન ડાયરેક્ટકર વિશે દરેક સામાન્ય વ્યક્તિ, ટ્રસ્ટ, એનજીઓ, કોર્પોરટસ તેમજ સિનિયર સિટિઝનોને ટેક્સ વિશે સંપૂર્ણ માહિતી મળે તે હેતુથી આ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. બે દિવસીય કોન્ક્લેવમાં કર ન્યાયશાસ્ત્ર અને ઈ-પ્રક્રિયાના યુગમાં તેની સુસંગતતા અને આ બદલાવના સંજોગોમાં કર મુકદ્દમાની નિષ્ણાત દ્વારા ગહન ચર્ચા કરવામાં આવશે. તેમજ ઓનલાઈન પ્રસ્તુતિ આવકવેરા અને જીએસટી વચ્ચેના વિવાદો, પરોક્ષ કર વગેરે મુદ્દાઓ પર પેનલ ચર્ચા જેવા મૂકી વિષયો પર યોજાશે
