અમદાવાદ: પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વિનામૂલ્યે મળ્યા ગેસ સિલિન્ડર
Live TV
-
અમદાવાદ શહેરમા લોકડાઉન દરમ્યાન પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ બોટલ મળતા મહિલા લાભર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અને મહીલાઓ નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કાર્યો હતો.
લોકડાઉનના સમયમાં ગરીબ શ્રમિક પરિવારની મહિલાઓને વિનામૂલ્યે ઘર આંગણે ગેસ બોટલ મળી રહે તે ગરીબ પરિવારની મહિલાઓ માટે સૌથી મોટું ખુશીનું કારણ છે. કારણ કે હાલમાં લોકડાઉન થકી તેમનું રોજીંદુ કામકાજ બંધ છે. આવા સમયે તેઓને ઘરમાં લોકડાઉનના કપરાં સમયમાં ઘરની રસોઈ બનાવવા માટે ચૂલો સળગાવો ના પડે અને મહિલાઓ ગેસ પર રસોઈ બનાવી શકે તે માટે સરકાર દ્વારા વિનામૂલ્યે ઉજ્વલા યોજના હેઠળના મહિલા લાભર્થીઓ ને એપ્રિલ, મેં અને જૂન એમ ત્રણ મહિના સુધી ગેસ બોટલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદઃ ઘાટલોડીયા ખાતે આવેલ સુર સાગર ગેસ એજન્સી દ્રારા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ 400 જેટલી મહિલાઓને આ યોજના હેઠળ હક્ક મળ્યો છે.જેમાંથી અત્યાર સુધીમાં લોકડાઉનની પરિસ્થિતિમાં 100 થી વધું જેટલા ઉજ્વલા ગ્રાહકોએ ગેસ બોટલ રીફીલિંગ કરાવ્યા છે.
