Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મંડળે ઓએચઈની દેખરેખ માટે ડ્રોન ટેકનોલોજી અપનાવી, સુરક્ષાને મળશે નવી મજબૂતી

Live TV

X
  • ભારતીય રેલવેમાં નવી ટેકનોલોજી દ્વારા સુરક્ષિત જાળવણીની દિશામાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. રેલવે બોર્ડ અને RDSO ના નવા દિશા-નિર્દેશો (TI/IN/0060) અંતર્ગત 8 જૂન 2026 ના રોજ ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) ની તપાસ માટે ડ્રોનથી હવાઈ નિરીક્ષણનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

    આ ટેકનોલોજીનો ઉપયોગ કરનાર પશ્ચિમ રેલવે દેશના અગ્રણી ઝોનોમાં સામેલ થયું છે.DGCA ના ધોરણો અનુસાર હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને જિયો-ટેગિંગ સુવિધા ધરાવતા ડ્રોનની મદદથી અમદાવાદ મંડળની ટીમે માસ્ટ સંખ્યા 493-494 વચ્ચે ઓએચઈ સંરચનાઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ટ્રેક બ્લોક લીધા વિના ઝડપથી નિરીક્ષણ શક્ય બન્યું છે.કર્મચારીઓને હાઈ-વોલ્ટેજ ઉપકરણો નજીક જવાની જરૂર ન પડતા સુરક્ષા વધી છે.વિવિધ ખૂણાઓથી સ્પષ્ટ તસવીરો અને વીડિયો રેકોર્ડ સુરક્ષિત રાખી શકાય છે.
    પરંપરાગત મેન્યુઅલ તપાસ દરમિયાન જે ખામીઓ શોધવી મુશ્કેલ હોય છે, તે ડ્રોન પરીક્ષણ દરમિયાન સરળતાથી પકડાઈ ગઈ હતી. જેમાં ઇન્સ્યુલેટર પર ફ્લેશ માર્ક, કેટનરી સ્ટ્રેન્ડમાં નુકસાન, કેન્ટીલીવર પર લટકતી બાહ્ય સામગ્રી અને પક્ષીઓના માળા જેવી ખામીઓ સામે આવી છે. જિયો-ટેગ્ડ તસવીરોના કારણે ખામીઓનું ચોક્કસ સ્થાન જાણીને સમયસર મરામત કરી શકાશે, જેથી ભવિષ્યમાં વીજ પુરવઠામાં વિક્ષેપ અને ટ્રેન મોડી પડવાની સમસ્યાઓ નિવારી શકાશે.પશ્ચિમ રેલવે આ પ્રક્રિયાને તબક્કાવાર રીતે સમગ્ર ઝોનમાં અને ઉપનગરીય રેલ નેટવર્કમાં વિસ્તારવાની યોજના ધરાવે છે. આગામી સમયમાં એકત્રિત થયેલા ડેટાનો ઉપયોગ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત વિશ્લેષણ માટે કરવામાં આવશે, જેનાથી સંભવિત ખામીઓનું અગાઉથી અનુમાન લગાવી શકાશે. આ સ્માર્ટ પહેલ ભારતીય રેલવેના વિદ્યુતીકૃત નેટવર્કને વધુ આધુનિક, સુરક્ષિત અને વિશ્વસનીય બનાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply