Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ-મહેસાણા 51 કિમીનો હાઇવે આઠ લેનનો બનશે, 2630 કરોડના પ્રોજેક્ટને મળી મંજૂરી

Live TV

X
  • અમદાવાદ અને ઉત્તર ગુજરાતને જોડતો રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો રોડ હવે વધુ પહોળો અને હાઈટેક બનવા જઈ રહી છે. મુખ્યમંત્રી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અમદાવાદ-મહેસાણા 51 કિમીના હાઇવેને આઠ માર્ગીય કરવાના ₹2,630 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

    પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ પર એક નજર

    કુલ ખર્ચ: ₹2,630 કરોડ

    લંબાઈ: અડાલજથી પાલાવાસણા સર્કલ (મહેસાણા) સુધી કુલ 51.60 કિમી.

    લેન: મુખ્ય માર્ગ 8-માર્ગીય થશે + બંને બાજુ 7 મીટર પહોળો સર્વિસ રોડ.

    સમયમર્યાદા: ટેન્ડર મંજૂર થયા બાદ 2 વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય.

    ટ્રાફિકની સમસ્યામાંથી મળશે મુક્તિ: 1 એલિવેટેડ કોરિડોર અને 8 ફ્લાયઓવર

    તાજેતરના સર્વે મુજબ આ હાઈવે પર દૈનિક 1 લાખથી વધુ વાહનો પસાર થાય છે. ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સરકાર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે.

    કલોલમાં એલિવેટેડ કોરિડોર: કલોલ શહેરના ટ્રાફિકને બાયપાસ કરવા માટે 6.10 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર બનશે, જે શહેરના 5 ફ્લાયઓવરને જોડશે.

    નવા ફ્લાયઓવર: શેરથા (2), રાજપુર ભાસરીયા, જગુદણ અને મેવડ ખાતે કુલ 6 નવા ફ્લાયઓવર બનશે. જ્યારે કલોલ અને છત્રાલમાં વધારાના 4-લેન ફ્લાયઓવર તૈયાર કરાશે.

    અંડરપાસ: શેરથા, ઇફકો કલોલ, કલોલ શહેર, છત્રાલ, નંદાસણ અને ગણેશપુરા સહિત કુલ 8 સ્થળોએ અંડરપાસ બનાવવામાં આવશે.

    નવો ROB: કલોલ ખાતે હાલના રેલવે ઓવરબ્રિજની બાજુમાં નવો 4-લેન બ્રિજ બનાવવામાં આવશે.

    કોને થશે ફાયદો?

    આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના લાખો લોકોને સીધો ફાયદો થશે. અમદાવાદ આવતા-જતા મુસાફરોનો સમય બચશે અને પરિવહન વધુ સુરક્ષિત બનશે.

    આ પ્રોજેક્ટ માટેના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. વર્ષ 1999માં આ રોડ 4-લેન થયો હતો, જે હવે વાહનોની સંખ્યા વધતા 8-લેન કરવામાં આવી રહ્યો છે, તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply