Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું 'નો ડ્રોન ફ્લાય ઝોન' અંગે જાહેરનામું

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ તા. 17/08/2024  થી તા. 19/08/2024 સુધી અમદાવાદની મુલાકાતે આવવાના છે જેથી દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયાં તત્ત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવાં સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝ જેવાં સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતાં ઉપકરણોના ગેરલાભ લઈ મહાનુભાવ તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જે માટે  જી.એસ.મલિક, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ભારતીય ન્યાય સંહિતા (BNS) – 2023 ની કલમ-163 હેઠળ જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો. આ સમય દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની કે ઉડાવવાની મનાઈ ફરમાવામાં આવી.

    આ હુકમ તા. 17/08/2024 ના સાંજના 7.00 થી 19/08/2024ના રાત્રીના 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા (BNS) – 2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અંતર્ગત પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) – 2023ની કલમ-223 મુજબ ફરિયાદ નોંધવા માટે અધિકૃત કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply