Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 100 કિડનીના દાન પૂર્ણ; કુલ 195 અંગોથી 173 વ્યક્તિઓને મળ્યું નવજીવન

Live TV

X
  • જામનગરમાં વસતા અને મૂળ વારાણસીના શ્રીવાસ્તવ પરિવારની નિધીને માથાના ભાગમાં ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 4 દિવસની સધન સારવારના અંતે નિધીને  બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી. બ્રેઇનડેડ થયા બાદ નિધીના પિતાએ પોતાની દિકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો. નિધી શ્રીવાસ્ત પરિવારથી જૂદી તો થઇ ગઇ પરંતુ તેની લાગણીઓ અને પરોપકારવૃતિ દ્વારા તે અન્યોના પરિવારનો અભિન્ન અંગ બની ગઇ. અંગદાનમાં મળેલ નિધીનું કોમળ અને ઋજુ સ્વભાવ ધરાવતું હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું. જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. 

    નિધીના કરવામાં આવેલા અંગદાનના કારણે અન્ય 5 વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત 25 ને નવજીવન આપી ગઇ. કેમકે અંગદાનમાં મળેલા અંગોથી એક વ્યક્તિનું જીવન સુધર્યુ અને આખાય પરિવારના સંધર્ષનો કદાચિત અંત આવ્યો. નિધીના અંગ દાનથી સિવિલ હોસ્પિટલમાં 100 કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 62 અંગદાતાઓના અંગદાનથી મળેલા કુલ 195 અંગોથી 173 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply