અમદાવાદ : 18 રેલવે ઓવરબ્રિજ, ફ્લાય ઓવરબ્રિજ નીચે રેવન્યૂ શેરિંગ આધારિત પે એન્ડ પાર્ક બનાવાશે
Live TV
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરુવારે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક લેવાયા મહત્વના નિર્ણયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીની ગુરુવારે બેઠક મળી હતી. સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે આપેલી માહિતી મુજબ શહેરના 18 રેલવે ઓવરબ્રિજ તથા ફ્લાય ઓવરબ્રિજ નીચે રેવન્યૂ શેરિંગ આધારિત પે એન્ડ પાર્ક બનાવવામાં આવશે. જેમાં 6500 ટુ વ્હીલર અને 760 ફોર વ્હીલર પાર્ક થઈ શકશે. ઉપરાંત બેઠકમાં 165 કરોડના 53 કામોમાંથી બે કામોને બાદ કરતાં 51 કામોને મંજૂરી આપવામાં આવી હતી. 75 લાખના ખર્ચે શાહીબાગથી એરપોર્ટ સુધીના રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે. આ સિવાય પાનના ગલ્લાં સીલ કરવા તેમ જ દંડની ઉઘરાવાતી વધુ રકમ અંગે ચોક્કસ નીતિ ઘડવા અંગે વહીવટી પાંખને સૂચના આપી હોવાનું સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું હતું. કાંકરિયાની જેમ નહેરૂબ્રિજ પર એક કરોડના ખર્ચે ડેકોરેટિવ લાઇટીંગનું કામ મંજૂર કરી દીધું છે. જેનું પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેઇન્ટનન્સ પણ થશે. જયારે વાસણા રંગસાગર પાસે આધુનિક AC સાંસ્કૃતિક કેન્દ્ર તથા રમત ગમત કેન્દ્ર પણ ઊભું કરવામાં આવશે. તેના માટે અગાઉ 4.18 કરોડનું ટેન્ડર મંજૂર કર્યું હતું. તેમાં 3 કરોડનો વધારો કરીને કુલ 7.30 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
