અમરેલીની પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવાનો પ્રારંભ
Live TV
-
કેન્દ્રિય રાજ્ય મંત્રી પરૂષોતમ રૂપાલા અને સાંસદ નારણભાઈ કાછડીયાનની ઉપસ્થિતિમાં પાસપોર્ટ સેવાનો પ્રારંભ કરાવ્યો..
કેન્દ્રિય રાજ્ય મંત્રી પરૂષોતમ રૂપાલા અને સાંસદ નારણભાઈ કાછડીયાનની ઉપસ્થિતિમાં અમરેલીમાં પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. અમરેલીના દિલીપ સંઘાણી હોલ ખાતે પરૂષોતમ રૂપાલાએ દીપ પ્રાગ્ટય કરીને પાસપોર્ટ સેવાનો પ્રારંભ કરાયો હતો. પાસપોર્ટ સેવાના શુભારંભના અવસરે પાસપોર્ટ ઓફિસર નીલમ રાણીજી, કલેકટર આયુષ, જિલ્લા ભાજપ પ્રમુખ હિરપરા મહામંત્રી કૌશિક વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસરે કેન્દ્રીય મંત્રી રૂપાલા જી તથા સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
