Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત 

Live TV

X
  • અલ્ટો કારમાં મુસાફરી કરતા ત્રણ લોકોમાંથી બેના મોતની ઓળખ થઈ હતી. મૃતકોમાં અમરેલી જિલ્લાના કેરાળા ગામના રહેવાસી દિલીપભાઈ અને જશુબેનનો સમાવેશ થાય છે, જ્યારે એક અન્ય મૃતકની ઓળખ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

    અમરેલી જિલ્લામાં કેરાળા ગામ નજીક સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખાનગી ટ્રાવેલ્સની બસ અને અલ્ટો કાર વચ્ચે થયેલી ટક્કર એટલી ભયાનક હતી કે કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘટનાસ્થળે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

    પ્રાથમિક માહિતી મુજબ અલ્ટો કારમાં મુસાફરી કરતા ત્રણ લોકોમાંથી બેના મોતની ઓળખ થઈ હતી. મૃતકોમાં અમરેલી જિલ્લાના કેરાળા ગામના રહેવાસી દિલીપભાઈ અને જશુબેનનો સમાવેશ થાય છે, જ્યારે એક અન્ય મૃતકની ઓળખ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

    ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ગમખ્વાર બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મૃતકોના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
apply