અમરેલી જિલ્લાના સાવરકુંડલાની 24 વર્ષીય મીરા કાલાવડિયાનું કાવ્ય વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં પસંદગી પામ્યું
Live TV
-
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 24 વર્ષીય મીરા કાલાવડિયાનું કાવ્ય વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં પસંદગી પામ્યું છે. યુવતીની માતાનુ કોરોનામાં અકાળે અવસાન થયું હતું. માતાનું સ્પપ્ન હતું, કે મારી દિકરી આગળ જતા કવિ બને. માતાના સવપ્નને બાદમાં તેણે મહેનત કરીને પૂર્ણ કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કાવ્ય લેખન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સાવરકુંડલાની મીરા નિતિનભાઈ કાલાવડિયાનું કાવ્ય દેશ મારો રળિયામણો વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં પસંદગી પામ્યું હતું. જેમાં મીરા નિતિનભાઈ કાલાવડિયાનું કાવ્ય 'દેશ મારો રળિયામણો' વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં પસંદગી પામ્યું હતું. યુવતીને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા તરફથી ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કાવ્ય લેખન સ્પર્ધામાં 100 જેટલા કાવ્યોની પસંદગી કરવામાં આવી હતી. જે કાવ્યો આગામી દિવસોમાં એક પુસ્તકમાં પ્રકાશીત કરાશે . આ સ્પર્ધા અને બુકને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિએ રેકોર્ડ કરી છે.
