અરવલ્લીના મોડાસામાં મોડી રાત્રે માઝૂમ નદીમાં કાર ખાબકી, 3ના ઘટનાસ્થળે મોત
Live TV
-
અરવલ્લીના મોડાસામાં આવેલા માઝૂમ બ્રિજ પાસે ગઇકાલે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાના સહયોગ તરફથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં ખાબકી હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં મોડી રાત્રે કારને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા. એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. કાર ધનસુરા તરફથી શામળાજી તરફ જઈ રહી હતી તે સમય દરમિયાન માજુમ બ્રિજ નીચે કાર ખાબકી હતી. ઘટનાની જાણ થતા મોડાસા નગરપાલિકા ફાર વિભાગ તેમજ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
અરવલ્લીના મોડાસામાં આવેલા માઝૂમ બ્રિજ પાસે ગઇકાલે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાના સહયોગ તરફથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં ખાબકી હતી, જેમાં ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન ત્રણ યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે એક યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.





