Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ ગાંધીનગરથી "100 Days to Go" કાઉન્ટડાઉનની શરૂઆત

Live TV

X
  • 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં "યોગોત્સવ"ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણી પૂર્વે ગાંધીનગર ખાતે રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે "100 Days to Go" કાઉન્ટ ડાઉનની શરૂઆત કરાવી હતી. 

    મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી 21 જૂનના રોજ ભારત-પાકિસ્તાનની બોર્ડર – નડાબેટ ખાતે લાખો નાગરીકો યોગાભ્યાસ કરીને 'યોગોત્સવ'ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરશે. આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા યોગ દિવસ પૂર્વે આગામી 100 દિવસ સુધી રાજ્યભરમાં યોગ તાલીમના 100 જેટલા કાર્યક્રમો યોજાશે. સાથે-સાથે ગુજરાતની તમામ જેલોમાં પણ 100 દિવસ સુધી દરેક બંદીવાન ભાઇઓ-બહેનો અને જેલના સ્ટાફને યોગના લાભ અને યોગની સમજૂતી ઉપરાંત જીવનમાં સકારાત્મકતા લાવવા યોગના તાલીમ કાર્યક્રમો પણ યોજાશે. 

    તેમણે કહ્યું કે, ગત એક વર્ષ દરમિયાન ગુજરાતે યોગાભ્યાસને પ્રોત્સાહિત કરતા બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે. વર્ષ-2023માં યોગ દિવસના રોજ ગુજરાતમાં ઐતિહાસિક દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યમાં એક સાથે લાખો નાગરિકોએ યોગાભ્યાસ કરીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરાવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં જ એક સાથે લાખો ગુજરાતીઓએ સૂર્ય નમસ્કાર કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

    મંત્રીશ્રીએ યોગસેવકોને અનુરોધ કરતા કહ્યું હતું કે, દેશની ઋષિ પરંપરા 'યોગ'ને ગુજરાતના ઘર-ઘર સુધી પહોંચાડવાની ગુજરાત સરકારે નેમ લીધી છે. રાજ્ય સરકારના યોગ બોર્ડ દ્વારા છેલ્લા એક વર્ષમાં 100થી વધુ યોગ કોચ અને 20,000થી વધુ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. આ 100 દિવસ દરમિયાન રાજ્યના યોગસેવકોથી પ્રેરિત થઈને રાજ્યના વધુમાં વધુ નાગરીકો યોગ સાથે જોડાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. સાથે જ તેમણે આ વર્ષના યોગ દિવસની ઉજવણીને પણ જનસહયોગ થકી સફળ બનાવવા સૌને સંકલ્પબદ્ધ થવા જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply