Skip to main content
Settings Settings for Dark

આકાશમાં દોરી નહીં, કરૂણા લહેરાશે: 8,500થી વધુ વોલેન્ટિયર્સ પક્ષીઓના રક્ષણ માટે મેદાનમાં

Live TV

X
  • ગુજરાતના આકાશમાં જ્યારે રંગબેરંગી પતંગો લહેરાશે, ત્યારે અબોલ પક્ષીઓ માટે આ દોરી કાળ ન બને તે માટે રાજ્ય સરકારે કમર કસી છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ 'કરૂણા અભિયાન-2026' ની જાહેરાત કરતા જણાવ્યું છે કે, આગામી 10 થી 20 જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે.

    ગુજરાતના આકાશમાં જ્યારે રંગબેરંગી પતંગો લહેરાશે, ત્યારે અબોલ પક્ષીઓ માટે આ દોરી કાળ ન બને તે માટે રાજ્ય સરકારે કમર કસી છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ 'કરૂણા અભિયાન-2026' ની જાહેરાત કરતા જણાવ્યું છે કે, આગામી 10 થી 20 જાન્યુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે.

    સુરક્ષિત ઉત્તરાયણ માટે મંત્રીશ્રીની ખાસ અપીલ
    મંત્રી શ્રી મોઢવાડિયાએ પતંગબાજોને અપીલ કરી છે કે, સવારે અને સાંજે પક્ષીઓ ખોરાક માટે વિચરતા હોવાથી આ સમયે પતંગ ન ચગાવવા જોઈએ. સાથે જ ઘાતક ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પર ભાર મૂક્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસચારો નાખતી વખતે કાળજી રાખવી, જેથી આફરો કે પોઈઝનિંગ જેવી સમસ્યા ન સર્જાય.

    કરૂણા અભિયાનનું વિશાળ નેટવર્ક
    આ વર્ષે અભિયાનને સફળ બનાવવા માટે રાજ્યભરમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી છે:

    સારવાર કેન્દ્રો: રાજ્યભરમાં 450 કલેક્શન સેન્ટર, 85 કંટ્રોલરૂમ અને 480 થી વધુ સારવાર કેન્દ્રો કાર્યરત છે.

    મેનપાવર: 740 થી વધુ વેટરનરી ડોક્ટરો અને 8,500 થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો રાત-દિવસ સેવારત રહેશે.

    સિદ્ધિ: છેલ્લા 9 વર્ષમાં આ અભિયાન અંતર્ગત 1.12 લાખથી વધુ અબોલ જીવોને નવજીવન મળ્યું છે.

    મદદ માટે ક્યાં સંપર્ક કરવો?
    વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ જણાવ્યું કે, નાગરિકો કોઈપણ ઘાયલ પક્ષીને જુએ તો તુરંત નીચેના નંબર પર સંપર્ક કરી શકે છે:

    • હેલ્પલાઈન નંબર: 1962 (તત્કાલ સારવાર માટે)
    • વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન: 83200 02000 (વોટ્સએપ પર "Hi" લખી નજીકના કેન્દ્રની માહિતી મેળવી શકાશે)
       

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply