Skip to main content
Settings Settings for Dark

આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી રહેવાનું અનુમાન

Live TV

X
  • ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા 14 એપ્રિલથી 20 એપ્રિલના સવારના 8:30 વાગ્યા સુધી શહેરમાં આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસના હવામાન અનુમાન મુજબ શહેરમાં ઉનાળાની તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

    હવામાન વિભાગના અનુમાન અનુસાર, 14 એપ્રિલથી 20 એપ્રિલની સવાર સુધી શહેરમાં મહત્તમ તાપમાન આશરે 40થી 41 ડિગ્રી વચ્ચે અને લઘુત્તમ તાપમાન 23થી 25 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ગરમી વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જે તે વિસ્તારનાં મહત્તમ એર ટેમ્પરેચરને આધારે દર ત્રણ દિવસ માટેનાં હોટસ્પોટ વિસ્તારો અને  જે તે વિસ્તારમાં નોંધાનાર મહત્તમ તાપમાનની માહિતી માટેની વેબસાઈટ લીંક અને QR CODE બનાવવામાં  આવેલ છે. દર ત્રણ દિવસે આ ડેટા લિંક / QR CODEમાં અપડેટ કરવામાં આવશે.

    હોટસ્પોટ વિસ્તારોમાં આવેલ શાળાઓ,આંગણવાડી, કન્સ્ટ્રક્શન સાઇટ્સ,ઈંડ્સ્ટ્રી,કડીયાનાકામાં ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તેમજ આરોગ્ય વિભાગ દ્વારા  ખાસ આરોગ્યલક્ષી  કામગીરી કરવામાં આવે છે.સેવાભાવી સંસ્થાઓની મદદથી શહેરમાં 1300થી વધુ પાણીની પરબ શરૂ કરવામાં આવેલ છે, અને આ પૈકી 200થી વધુ ભીડભાડવાળા કે હેવી ટ્રાફીક વાળા વિસ્તારમાં આવેલ છે.

    તમામ હેલ્થ સેન્ટર, હોસ્પિટલ, ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.AMC સંચાલિત હોસ્પિટલો અને સામુહીક આરોગ્ય કેન્દ્રોમાં હીટ રિલેટેડ દર્દીઓ માટે અલગ બેડની વ્યવસ્થા કરવામાં  આવી છે.મ્યુનિસિપલ સ્કૂલોમાં બાળકોને ગરમીથી બચાવવા માટે મોટા ભાગની શાળાઓ સવાર પાળીમાં કરેલ છે. આ અંગે જાગૃતિ આપવામાં આવેલ છે અને દર દોઢ કલાકે વોટર બ્રેક  માટે વોટર બેલ ,  ORS અને પીવાના પાણીની માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

    શહેરમાં 2074 જેટલી આંગણવાડીઓ પર ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે.દરેક કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.66 જેટલા કડીયા નાકા તથા 65 જેટ્લા શ્રમીકનાકા પર ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.19000થી વધારે ફીલ્ડ ડ્યુટી કરતા આરોગ્ય વિભાગ,ઈજનેર વિભાગ તથા સફાઈ કર્મચારીઓને ગરમીથી બચાવવા માટે સફેદ કેપ આપવામાં  આવેલ છે.

    શહેરના 300થી વધારે બગીચાઓ સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામા આવે છે, અને દરેક બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરેલ છે.શહેરમાં 34 જેટલા શેલ્ટર હોમ ખાતે ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.AMTS દ્વારા શહેરના અલગ અલગ બસ ડેપોટ તથા ટર્મિનલ પર જનતા માટે 25 એર કુલર તથા 10 વોટર કુલર મુકવામાં આવેલ છે, ORS તથા વોટરજગની વ્યવસ્થા તમામ બસ ડેપોટ તથા ટર્મિનલ પર કરવા માં આવેલ છે.

    BRTS દ્વારા શહેરના અલગ અલગ બસ ડેપોટ -07 તથા બસ સ્ટેશનો -199 ,ORS તથા વોટરજગની વ્યવસ્થા તમામ બસ ડેપોટ તથા બસ સ્ટેશનો પર કરવામાં આવેલ છે. ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક પોલીસની સાથે મળીને નિરાંત ચાર રસ્તા ,સી.ટી.એમ.ચાર રસ્તા, વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા, પૂષ્પકુંજ ચાર રસ્તા,જવાહર ચોક ચાર રસ્તા ,મેમ્કો ચાર રસ્તા પર ગ્રીન નેટ લગાવવામાં આવેલ છે.શહેરમાં 78થી વધારે જેટલા ટ્રાફિક જંકશનો ટ્રાફિક પોલીસ દ્વારા બ્લીન્કિંગ મોડ પર મુકવામાં આવેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply