Skip to main content
Settings Settings for Dark

આગામી 10 નવેમ્બરે વિશ્વ જાહેર પરિવહન દિવસ, ગુજરાતના જાહેર પરિવહનની જીવાદોરી GSRTC

Live TV

X
  • ST નિગમની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. આ તમામ બસ 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાને ST નિગમે આવરી લીધા છે. દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46,000 શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ કુલ મળીને 27.18 લાખ મુસાફરો ST બસોમાં મુસાફરી કરે છે. ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશ સુધી ગુજરાત ST બસ સેવાઓ વિસ્તરેલી છે. હાલ ST નિગમ પાસે કુલ 8320 જેટલી બસની ફ્લિટ છે. જેમાં 20 વોલ્વો સ્લીપર, 50 વોલ્વો સીટર, 50 એ.સી. સ્લીપર, 50 AC સીટર, 50 ઇલેક્ટ્રીક, 431 નોન AC સ્લીપર, 703 ગુર્જર નગરી, 5,556 ડિલક્સ એક્સપ્રેસ, 1105 મીની બસ અને 300 લક્ઝરી બસનો સમાવેશ થાય છે.

    ઓનલાઇન ટિકિટ બુકિંગ, પેસેન્જર રિઝર્વેશન, ઇલેક્ટ્રોનિક પાસ, CCTV બેઝ્ડ વિજિલન્સ, GPS બેઝ્ડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, QR કોડ અને UPI પેમેન્ટ સુવિધા, ૨૪ કલાક કાર્યરત IVRS ટોલ ફ્રી હેલ્પ ડેસ્ક, રાણીપ-અમદાવાદ ખાતે કમાડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવી સુવિધાઓ નાગરિકોને પૂરી પાડી છે. ST નિગમની મોબાઈલ ફોન એપ્લિકેશનથી ઓનલાઇન બુકિંગ, એડવાન્સ બુકિંગ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. બસ ભાડે લેવી, બસના ટાઈમ ટેબલ જોવા, બસને ટ્રેક કરવી સહિતની તમામ સુવિધાઓ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાંઆ એપ્લિકેશન પર ઉપલબ્ધ છે. GSRTCની ઓનલાઇન ટિકિટ બુકિંગ સુવિધાના માધ્યમથી રોજ સરેરાશ 68,000 ટિકિટ ઓનલાઇન બુક થાય છે, જે ભારતના અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી વધુ છે. આ વર્ષે એક જ દિવસમાં સૌથી વધુ 1,42,000 ઓનલાઇન ટિકિટ બુકીંનો GSRTCએ વિક્રમ સર્જ્યો છે.  

    GSRTCની મોબાઈલ ફોન એપ્લિકેશનને 4.6 રેટિંગ મળેલું છે, તે પણ અને રાજ્યોની ઓનલાઇન એપ્લિકેશનને મળેલા રેટિંગની સાપેક્ષે ખુબ સારું છે. GSRTC 1 કરોડ 10 લાખ પ્રવાસીઓનો ડેટાબેઝ ધરાવે છે. રોજના 10 લાખ યુઝર્સ GSRTCની ઓનલાઇન એપ્લિકેશન કે વેબસાઈટનો ઉપયોગ કરે છે.

    ગ્રામીણ વિદ્યાર્થીનીઓ, પારિતોષિક વિજેતા શિક્ષકો, દિવ્યાંગજનો, કેન્સર પીડીતો, સ્વાતંત્ર્ય સેનાની અને તેમની વિધવા વિગેરેને પ્રવાસ શુલ્કમાં 100 ટકા રાહત આપવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને 82.50 ટકા તેમજ રમતવીરો, પત્રકારો અને ડેઇલી કોમ્યુટ કરતાં મુસાફરોને પ્રવાસ શુલ્કમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. નિયત રૂટ પર સેવા આપવાની સાથે સાથે ST નિગમ કેઝ્યુલ કોન્ટ્રાક્ટ, લગ્ન પ્રસંગ, પાર્સલ પહોંચાડવા, ગ્રુપ બુકિંગ, ધાર્મિક અને સામાજિક મેળાવડા વિગેરે પ્રસંગોએ પણ જરૂરિયાત મુજબ બસ સેવાઓ પૂરી પાડે છે. 

    ST નિગમે અલ્ટરનેટ ફ્યુલ બસિસનો પર્યાવરણપ્રિય અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ જાન્યુઆરી-2024માં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતેથી ડબલ ડેકર ઇલેક્ટ્રીક બસ સેવાનો શુભારંભ કરાવ્યો હતો. FAME-II સબસીડી અંતર્ગત રાજ્ય સરકારે 50 ઇલેક્ટ્રીક બસિસ એસટી નિગમની ફ્લિટમાં સામેલ કરી છે, આગામી સમયમાં વધુ 250 ઈલેક્ટ્રીક બસિસ સામેલ કરવાનું આયોજન છે. અમદાવાદ-ગાંધીનગર; અમદાવાદ-વડોદરા; રાજકોટ-મોરબી; રાજકોટ-જુનાગઢ; રાજકોટ- જામનગર અને વડોદરા-એકતાનગર વચ્ચે સ્પેશિયલ ઇલેક્ટ્રીક બસિસ દોડાવાઈ રહી છે. 

    પર્યાવરણ સુરક્ષાની નેમને પાર પાડવા ST નિગમે પાયલોટ પ્રોજેક્ટના ધોરણે ત્રણ ડીઝલ બસોને LNGમાં કન્વર્ટ કરવા માટે રેટ્રો ફીટીંગ કર્યું છે. ST નિગમ મુસાફરોની સુવિધા, સલામતી-સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે સંપૂર્ણ સાવચેત અને કટિબદ્ધ છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ ગાઈડલાઇન્સ મુજબ તમામ બસના ચેસીસ અને ફેબ્રિકેશન મટીરીયલ પ્રોક્યોર કરવામાં આવે છે. ઓટોમોટીવ ઇન્ડસ્ટ્રીઝ સ્ટાન્ડર્ડ મુજબના બસ સર્ટિફિકેશન પણ નિગમ દ્વારા મેળવવામાં આવે છે.

    GSRTC એ BS-VI એમિમિશન નોર્મ્સ અનુસરતી 3800 બસ કાર્યરત કરનારુ દેશનું પહેલું સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિટ છે. અમદાવાદના રાણીપ અને ગીતામંદિર બસપોર્ટ, બરોડા સેન્ટ્રલ, મકરપુરા, મહેસાણા-મોઢેરા, અડાજણ સુરત, રાજકોટ સેન્ટ્રલ બસ સ્ટેશન અને પાલનપુર આ તમામ બસ પોર્ટ PPP ધોરણે ડેવલપ કરવામાં આવ્યા છે. આ બસ ટર્મિનલમાં રેસ્ટોરન્ટ, કાફે, શોપિંગ કોમ્પલેક્ષ, હોટેલ,  ડોરમેટરી, વેઇટિંગ એરિયા, ક્લીન ટોયલેટ્સ- શુદ્ધ પીવાનું પાણી, LED સ્ક્રીન, પેસેન્જર હેલ્પ ડેસ્ક, પાર્કિંગ, CCTV સર્વેન્સ જેવી આધુનિક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમરેલી અને ભરૂચ સહિતના અનેક બસ સ્ટેશનનું PPP ધોરણે રી-ડેવલોપમેન્ટ કરી તેને અત્યાધુનિક બનાવવામાં આવ્યા છે. મોડાસા, પાટણ, નવસારી, નડિયાદ, વિગેરે બસ સ્ટેશનના નવનિર્માણનું કામ પ્રગતિમાં છે. 

    પરિવહન સેવાઓને વધુ સુવિધાજનક બનાવવા ST નિગમે 'સ્વચ્છ બસ, સ્વચ્છ બસ સ્ટેશન'નો રાહ અપનાવ્યો છે. લોકડાઉન અને કોવિડ રિસ્ટ્રીક્શન્સના સમયગાળામાં રાજ્યના 7 લાખ મુસાફરોને 23 હજાર જેટલી ટ્રીપ કરીને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા હતા. આ ટ્રીપમાં સિવિલ હોસ્પિટલ અને પોલીસ સ્ટાફનું પરિવહન, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં  લોકોને પહોંચાડવા, શ્રમિક સ્પેશિયલ ટ્રેન માટે શ્રમિકોને રેલવે સ્ટેશન પહોંચાડવા, આંતર જિલ્લા પરિવહન તેમજ નોન રેસિડેન્ટ ઇન્ડિયનને એરપોર્ટથી લાવવા જેવી વિવિધ સેવાઓ સામેલ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply