Skip to main content
Settings Settings for Dark

આચારસંહિતાના અમલ સાથે અમદાવાદ જિલ્લામાંથી 2 દિવસમાં 17,075 પ્રચારાત્મક સામગ્રીઓ દૂર કરાઇ

Live TV

X
  • ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ અમદાવાદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

    આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે.ના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્કાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પ્રથમ બે દિવસમાં જ 17,075 પ્રચારાત્મક સામગ્રી હટાવી દેવામાં આવી છે.

    અમદાવાદ શહેર અને જિલ્લામાં પ્રથમ 2 દિવસમાં જ જાહેર મિલકતો પરથી 7599 વોલ પેઇન્ટિંગ, 1445 પોસ્ટર, 2825 બેનર અને અન્ય 1323 એમ કુલ 13192 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો પરથી 2328 વોલ પેઇન્ટિંગ, 396 પોસ્ટર, 655 બેનર અને અન્ય 524 એમ કુલ 3883 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ 17,075 પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે. આ ઉપરાંત જાહેર મિલકત પરની 9337 તથા ખાનગી મિલકતો પરથી 2943 પ્રચારાત્મક લખાણો-રેખાંકનોને ભૂંસવાની કામગીરી પણ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply