Skip to main content
Settings Settings for Dark

આજે PM મોદી વડોદરા અને નવસારીને 35,200 કરોડના વિકાસકામોની ભેટ આપશે

Live TV

X
  • ગુજરાતના વિકાસની યાત્રામાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ ટૂંકા પરંતુ અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી વડોદરા અને નવસારી ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને રાજ્યને અબજો રૂપિયાના અદ્યતન વિકાસકામોની ભેટ આપશે.

    ગુજરાતના વિકાસની યાત્રામાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પોતાના આ ટૂંકા પરંતુ અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી વડોદરા અને નવસારી ખાતે યોજાનારા ભવ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે અને રાજ્યને અબજો રૂપિયાના અદ્યતન વિકાસકામોની ભેટ આપશે.

    વડોદરા: 'નમો 4 વિકસિત ભારત'માં યુવા શક્તિ સાથે જેન-ઝી અંદાજમાં સંવાદ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના પ્રવાસની શરૂઆત વડોદરાથી કરશે. વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતેથી તેઓ રાજ્યને રૂ. 35,200 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રકલ્પોમાં કેન્દ્ર સરકારના રૂ. 32,606 કરોડ અને ગુજરાત સરકારના રૂ. 2,597 કરોડના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જે અંતર્ગત રેલવે, હાઇવે અને શહેરી વિકાસ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે.

    • રોકસ્ટાર સ્ટાઇલમાં 'Y' શેપ રેમ્પ પર સંવાદ: કાર્યક્રમ સ્થળે ખાસ 'Y' આકારનો રેમ્પ બનાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી રેમ્પ પર ચાલતા-ચાલતા રોકસ્ટાર અંદાજમાં યુવાનો, Gen-Z વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના યંગ પ્રોફેશનલ્સ સાથે સીધો સંવાદ કરશે અને અભિવાદન ઝીલશે.

    • ડિજિટલ પ્રવેશ અને 4K લાઇવ પ્રોડક્શન: દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ સરકારી કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન રાખવામાં આવ્યું હતું, જેની તમામ 6,000 ટિકિટો ફૂલ થઈ ચૂકી છે. આ સમગ્ર ઇવેન્ટનું કવરેજ અત્યાધુનિક 4K ટેક્નોલોજીથી કરવામાં આવશે.

    • ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા ઘેરો: એરપોર્ટથી લઇને સભા સ્થળ સુધી ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 2,000થી વધુ જવાનો, 11 DCP અને 17 ACP તૈનાત કરવામાં આવ્યા છે. સલામતીના ભાગરૂપે વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની બોટ મારફતે શંકાસ્પદ વસ્તુઓની તપાસ પણ કરવામાં આવી છે.

    • ટ્રાફિક વ્યવસ્થા: નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે પંડ્યા બ્રિજથી જૂના વુડા સર્કલ સુધીનો માર્ગ બંધ રાખીને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.

    નવસારી: રૂ. 10 કરોડના ખર્ચે દેશનું પ્રથમ AI-સજ્જ 'નમો કમલમ' જનતાને સમર્પિત

    વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નવસારી પહોંચશે. દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત કોઈ જિલ્લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે, જે અનેક દ્રષ્ટિએ ઐતિહાસિક છે.

    • પરંપરાગત અને દિવ્ય સ્વાગત: પ્રધાનમંત્રીના આગમન પ્રસંગે મુખ્ય રોડથી કમલમ સુધી 1,100 મહિલાઓ માથે કળશ લઈને સ્વાગત કરશે. તે સિવાય 500 કલાકારો ડમરું અને 100 જેટલા કલાકારો ત્રાસા વગાડીને પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરશે.

    • હાઇ-ટેક અને કોર્પોરેટ લુક: રૂ. 10 કરોડના ખર્ચે 40,000 ચોરસ ફૂટમાં તૈયાર કરાયેલું આ કાર્યાલય દેશનું પ્રથમ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી સજ્જ રાજકીય કાર્યાલય છે. જેમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ, મલ્ટિમીડિયા કોન્ફરન્સ હોલ અને સરકારી યોજનાઓના ડેટા વિશ્લેષણ માટેની અદ્યતન ટેકનોલોજી ઉપલબ્ધ છે.

    • પ્રબુદ્ધ નાગરિકો સાથે મહાસંવાદ: 'નમો કમલમ'ના લોકાર્પણ બાદ પ્રધાનમંત્રી મોદી 5,000થી વધુ ડોક્ટર્સ, એન્જિનિયરો, શિક્ષકો અને તજજ્ઞો સહિતના પ્રબુદ્ધ નાગરિકો સાથે વિશેષ સંવાદ સાધશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
apply