આઠમા નોરતે ગાંધીનગરના કેસરિયા ગરબામાં દિવ્ય મહાઆરતી યોજાઇ
Live TV
-
હજારો દીવડાઓથી નિર્મિત આકૃતિનું દૃશ્ય સ્ક્રીન ઉપર દર્શાવાતા જ કેસરિયા ગરબા પરિસરમાં ઉપસ્થિત વિશાળ જનસાગરે આ અદભૂત અને અલૌકિક ક્ષણને વધાવી
આઠમા નોરતે કેસરિયા ગરબા ગાંધીનગરના આંગણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના ચેરમેન જય શાહ અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબામાં દર વર્ષની જેમ આઠમા નોરતે દિવ્ય મહાઆરતી યોજાઇ હતી જેમાં હજારો દીવડાઓ થકી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રબળ ઈચ્છાશક્તિ તેમજ નિર્ણાયક નેતૃત્વ હેઠળ થયેલ ભારતીય સૈન્યના અદમ્ય સાહસ અને શૌર્ય ‘ઓપરેશન સિંદૂર‘ ને બિરદાવતી અલૌકિક આકૃતિનું નિર્માણ કરાયું હતું. આ દૃશ્ય સ્ક્રીન ઉપર દર્શાવાતા જ કેસરિયા ગરબા પરિસરમાં ઉપસ્થિત વિશાળ જનસાગરે આ અદભૂત અને અલૌકિક ક્ષણને વધાવી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માઈભક્તો અપાર શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માં અંબાની મહાઆરતીમાં સમ્મિલિત થયા હતાં. ગોલ્ડન ચીયર્સ ઓર્કેસ્ટ્રા દ્વારા મંત્રમુગ્ધ કરતી માં અંબાની આરતીની પ્રસ્તુતિ કરાઈ હતી. આ તકે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મહાઆરતી બાદ ઓપરેશન સિંદૂર ઉપર રચાયેલા ગરબો વગાડવામાં આવ્યો હતો જેની ધુન પર ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતાં. આજની મહાઆરતીને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન અપાયું હતું.આઠમા નોરતે કેસરિયા ગરબા ગાંધીનગરના આંગણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના ચેરમેન જયભાઈ શાહ,રિશીતાબેન શાહ, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
