આણંદઃ જમીન NA કરવાના નામે કલેક્ટરનો બોગસ લેટર આપી ખેડૂત સાથે લાખોની છેતરપિંડી
Live TV
-
આણંદના બે ઠગોએ કલેક્ટરના સહિ-સિક્કાવાળો બોગસ એન એ લેટર તૈયાર કરીને ખેડૂતને પધરાવી દઈ ૪.૮૦ લાખની છેતરપિંડી કરી.
આણંદના બોરસદ તાલુકાના બોદાલ ગામે રહેતા એક ખેડૂત સાથે બે શખ્સોએ જમીન બિન ખેતી (NA) કરાવવાના નામે છેતરપિંડી કરી છે. આ બે શખ્સોએ ખેડૂત પાસેથી જમીન NA કરાવવા માટે ૪.૮૦ લાખ રૂપિયા લઈને કલેક્ટરના સહિ સિક્કાવાળો બોગસ લેટર તૈયાર કરીને પધરાવી દીધો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
બોદાલની અલકાપુરી સોસાયટીમાં રહેતા નીખીલભાઈ પ્રવિણભાઈ પટેલની ગામના સર્વે નંબર ૧૯૪ વાળી જમીન આવેલી છે. ઓક્ટમ્બર-૨૦૨૧માં આ જમીનને એનએ કરાવી આપવા માટે મારૂતિ કૃપા લેન્ડ એડવાઈઝર ક્રિશ્ના કાન્ત અઘેરાએ પાકો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. જમીન બીન ખેતી કરાવવા માટે પ્રથમ ત્રણ લાખ રૂપિયા રોકડા અને ત્યાર બાદ ૧.૮૦ લાખ એમ મળીને કુલ ૪.૮૦ લાખ રૂપિયા લીઘા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટરની સહી-સિક્કાવાળો બોગસ અને બનાવટી લેટર તૈયાર કરીને નીખીલભાઈને આપી દીધો હતો. જેની તપાસ કરતા તે બનાવટી હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું લાગતા જ નીખીલભાઈએ આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
