Skip to main content
Settings Settings for Dark

આણંદના સાંસદની મદદથી કતારમાં ફસાયેલા ગુજરાતીઓ પરત ફર્યા

Live TV

X
  • વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનો ભારત સરકારનો પણ સતત પ્રયાસ 

    કોરોના મહામારીમાં વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકારે વંદે ભારત મિશન શરુ કર્યુ છે.અત્યાર સુધીમાં અનેક દેશોમાંથી ફસાયેલા ભારતીયોને સ્પેશિયલ વિમાન મારફતે ભારત પરત લવાયા છે.આ મિશન અંતર્ગત અનેક ગુજરાતીઓ પણ પરત ફરી રહ્યા છે..તાજેતરમાં ઈન્ડોનેશિયા,અમેરિકા,યુક્રેન સહિતના દેશોમાંથી ગુજરાતીઓ પરત ફર્યા છે..ત્યારે કતારમાં રહેતા ગુજરાતી સમાજના લોકો ગુજરાત પરત ફરવા માંગતા હતા..આ માટે કતાર ગુજરાતી સમાજ દ્વારા અસંખ્ય ગુજરાતીઓને પરત મોકલવા ચાર્ટડ પ્લેનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી..જોકે કતારથી અમદાવાદ લેન્ડ થવામાં એરપોર્ટ ઓથોરિટી અને ઉડ્ડયન મંત્રાલયની મંજૂરી મળતી ન હતી..

    આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યુ હતુ કે દેવાંગભાઈનો 27 જૂનના રોજ મારા પર ફોન આવ્યો હતો..કતારથી ચાર્ટર પ્લેન લઈ અમદાવાદમાં લેન્ડ થવાની પરમિશન મળતી નથી..જેથી સાંસદ મિતેષભાઈએ સિનિયર આઈએએસ અધિકારી ધનંજય ત્રિવેદીનો સંપર્ક કરી જરૂરી મદદ કરવા અનુરોધ કર્યો હતો..એટલુ જ નહી સાંસદે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જરૂરી મદદ કરવા વિનંતી કરી હતી..જેથી તુરંત પરમિશન આપી દેવાતા તમામ ગુજરાતીઓ કતારથી પરત ફર્યા હતા.. પરત ફરેલા તમામ ગુજરાતીઓએ ભારત સરકાર, ગુજરાત સરકાર અને આણંદના સાંસદ મિતેષભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply