આદરજ મોટી-ગાંધીનગર કેપિટલ વચ્ચે બે રેલવે ક્રૉસિંગ હંગામી બંધ
Live TV
-
ગાંધીનગર: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કલોલ-ગાંધીનગર સેક્શનમાં આદરજ મોટી-ગાંધીનગર કેપિટલ સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે ક્રૉસિંગ નં. 10 અને 09 જરૂરી ટ્રેક જાળવણી કામને કારણે વાહનવ્યવહાર માટે હંગામી ધોરણે બંધ રહેશે.
ગાંધીનગર-રાંધેજા રોડ પર આવેલ ક્રૉસિંગ નં. 10 તા. 20 ઓગસ્ટ સવારે 8થી 21 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન વાહનવ્યવહારને ક્રૉસિંગ નં. 11 (ROB) પરથી ડાયવર્ટ કરવામાં આવશે.ઘૂંઘટ હોટલ નજીકનું ક્રૉસિંગ નં. 09 તા. 22 ઓગસ્ટ સવારે 8થી 23 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનવ્યવહારને ક્રૉસિંગ નં. 10 તરફ ડાયવર્ટ કરવામાં આવશે. વૈકલ્પિક માર્ગ તરીકે રાંધેજા ચોકડીથી પેથાપુર થઈ GH-7 મારફતે ક્રૉસિંગ નં. 10 સુધી જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.માર્ગ ઉપયોગકર્તાઓને અસુવિધાથી બચવા નિર્ધારિત સમયગાળા દરમિયાન વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
