Skip to main content
Settings Settings for Dark

આર્થિક રીતે વધુ સદ્ધર બનશે પશુપાલકો; રાજ્ય સરકારે લૉન્ચ કરી ‘ગોદર્શન ગાઇડ' વેબસાઇટ

Live TV

X
  • કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે પશુઓના પોષણ, સંવર્ધન, આરોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનના વ્યવસાય થકી પશુપાલકોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવા રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના પરિણામે આજે પશુપાલકો પશુપાલનને શ્રેષ્ઠ વ્યવસાય તરીકે પસંદ કરી રહ્યા છે. ગાંધીનગર ખાતે ગોંડલના ગો દર્શન ટ્રસ્ટ તથા રાજ્યના પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર થયેલ ગોદર્શન ગાઇડ વિશેષાંકનું વિમોચન કરતાં મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે ‘‘ગોદર્શન ગાઇડ’’ નું માસિક છેલ્લા 35 વર્ષથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. 

    જેના દ્વારા ખેડૂતોને દૂધનું ઉત્પાદન વ્યવસાય સાથે સંકળાયેલા કુટુંબો તથા ખેતી પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ, ગૌશાળાઓ, પાંજરાપોળોને અનુલક્ષીને તાંત્રિક વ્યવહારુ અને ઉપયોગી લેખો સરળ ભાષામાં તૈયાર કરાયા છે જે પશુપાલકો માટે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડશે. કૃષિ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે ગોદર્શન ટ્રસ્ટ દ્વારા વૈજ્ઞાનિક ઢબે ગાય ઉછેર, સંવર્ધન, ગાયોની સારી જાતો જતન માટે રાજ્યમાં શ્રેષ્ઠ પ્રયાસ થાય છે. સાથે સાથે અશ્વ ઉછેરનું પણ કામ ભારતભરમાં શ્રેષ્ઠ રીતે આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply