Skip to main content
Settings Settings for Dark

ઊર્જાની ખપત વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવા માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ તે આજના સમયની જરૂરીયાત

Live TV

X
  • દિવસે દિવસે વધતી જતી ઊર્જાની ખપત વચ્ચે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવા માટે આપણે સૌ પ્રતિબદ્ધ બનીએ તે આજના સમયની જરૂરીયાત છે.

    ભારતમાં ભવિષ્યમાં ઊર્જાની ખપતની સંભાવના જોતા નાગરિકોએ સૌર ઊર્જા માટેની ક્ષમતાને વિસ્તારવાની જરૂર છે. બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી મહત્તમ વીજળી ઉત્પાદન મેળવવા ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો સૌર ઉર્જા અપનાવી અને તેમના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં સહભાગી બની શકે છે. આ માટે રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પણ નિર્ણાયક બની રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યઘર –મફત વીજળી યોજના હેઠળ આપવામાં આવતી સબસીડી અને લોનની ઉપલબ્ધતાથી નાગરિકો આસાનીથી વીજ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બની શકે છે. જેનું ઉદાહરણ છે ભુજના વિવેકભાઇ રાજગોર કે જે સાડા ત્રણ વર્ષથી સોલાર રૂફટોપ નખાવીને આર્થિક રીતે તો વીજબીલના ભારણથી મુક્ત થયા સાથે તેને વીજબચતની આવક થતાં બમણો આર્થિક ફાયદો થયો છે.
     
    આ અંગે વિવેકભાઇ જણાવે છે કે, સાડા ત્રણ વર્ષ પહેલા સરકારની યોજના અંગે મને માહિતી મળતા સબસિડીના લાભ સાથે વીજભારણને ઓછું કરવા સોલાર રૂફટોપ નખાવ્યું હતું. પ્રાથમિક રીતે વીજબીલથી રાહત મેળવવાનો મારો આશય હતો પરંતુ સૌર ઊર્જાથી પર્યાવરણના જતનમાં પણ અમે સહભાગી બની રહ્યા છીએ તેનો વિશેષ આનંદ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સબસિડીની સહાય સાથે મે જે નાણાં રોકીને સોલાર રૂફટોપ લગાવ્યું હતું તે તો સાડા ત્રણ વર્ષમાં વસૂલ થઇ ગયા છે. ઉપરાંત હજી સુધી વીજબીલ ભરવાનું મને આવ્યું નથી. સોલાર રૂફ ટોપ લગાવ્યા પહેલા દર માસે સરેરાશ ૨ હજાર જેટલું મારું બિલ આવતું હતું જેની બચત સાથે વીજળીનું વેચાણ થયું છે તેના મને ૨૦ હજારથી વધુ નાણાં મારા ખાતામાં સામેથી જમા થયા છે. આમ, મારા સૌ કચ્છવાસીઓને એક જ અપીલ છે કે, આગામી વર્ષોમાં 'પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના'ના માધ્યમથી સૌર છત પ્રણાલીને વધુમાં વધુ અપનાવી પરંપરાગત પાવર ગ્રીડ પર નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભર બની વીજળીના બિલમાં ઘટાડો કરીએ.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply