એશિયાઇ સિંહોની વસ્તીમા જોવા મળ્યો નોંધપાત્ર વધારો, રાજ્યમાં સિંહની વસ્તી થઈ 674
Live TV
-
2015માં સિંહની સંખ્યા 523 હતી
એકવાર લુપ્તતાના આરે ઉભેલ એશિયાઇ સિંહોની વસ્તીમા નોંધપાત્ર વધારો થયેલ છે. વન વિભાગ દ્વારા 5 જુને એટલે પૂનમનાં દિવસેથી 6 જૂન એમ 24 કલાક સુધી સિંહ અવલોકન કરવામાં આવ્યું હતું. આજે એશિયાઈ સિંહો સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં જોવા મળે છે અને આશરે 30000 ચો કિમીના લેંડસ્કેપમાં જોવા મળે છે.
2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહની સંખ્યા 523 થઇ હતી જે 2010 કરતાં 27% વધારે હતી. 2020માં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા 674 થઇ છે. આ 2015ની સરખામણીમાં આ વખતે 28% નો વધારો જોવા મળ્યો છે. ગુજરાત વન વિભાગ દ્વારા 5-6 જૂન, 2020 ના રોજ પૂનમ અવલોકન નામની એક કવાયત હાથ ધરી હતી, જેને સીધી બીટ ચકાસણી તરીકે (બ્લોક કાઉન્ટ મેથડ) ઓળખવામા આવે છે.
