ઓખાનાં દરિયામાં 40મી હોડી સ્પર્ધા યોજાઈ, 120 સ્પર્ધક માછીમારોએ ભાગ લીધો
Live TV
-
ઓખાનાં દરિયામાં 40મી હોડી સ્પર્ધા યોજાઈ હતી. સાહસિકતાથી ભરપૂર આ સ્પર્ધામાં સઢવાળી 40 હોડીના 120 સ્પર્ધક માછીમારો એ ભાગ લીધો હતો. ઓખાના દામજી જેટી ખાતે જિલ્લા રમત ગમત અધિકારી તથા વહીવટી તંત્ર સાથે યુવક સેવા અને સાંસ્કૃતિક પવૃત્તિઓ વિભાગ દ્વારા સંચાલિત 40મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી. સાગરકાંઠે વસતા માછીમારોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં એક હોડીમાં ત્રણ સ્પર્ધકો સવાર હોય છે. સ્પર્ધકો પોતાની હોડી લઈ બેટ દ્વારકા ટાપુને ફરતા અંદાજે 40 કિલો મીટરનો દરિયો પાર કરે છે. હાલ આધુનિક યુગ માં સઢ વાળી હોડીઓ ક્યાંય જોવા મળતી નથી. વળી આ હોડીઓ માત્ર પવનની તાકાતથી ચાલતી હોવાથી તે ચલાવવામાં ભારે સાહસિકતાની જરૂર પડે છે. ત્યારે આ હોડી સ્પર્ધા દર વર્ષ માછીમારોમાં આકર્ષણ જગાવે છે. સ્પર્ધાના અંતે વિજેતા સાહસિકોને રોકડ ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પુલવામા આંતકી હુમલામાં શહિદ થયેલ જવાનોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
