Skip to main content
Settings Settings for Dark

કચ્છના પ્રવાસનને મળશે નવી ઉડાન: કચ્છ યુનિવર્સિટી અને TCGL વચ્ચે ઐતિહાસિક કરાર, 150થી વધુ ટૂરિઝમ હોટસ્પોટ વિકસાવાશે

Live TV

X
  • ગાંધીનગરમાં વર્લ્ડ ટૂરિઝમ ડે નિમિત્તે યોજાયેલા રાજ્યકક્ષાના ભવ્ય કાર્યક્રમમાં કચ્છના પ્રવાસન વિકાસ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL) વચ્ચે પ્રવાસન ક્ષેત્રે કૌશલ્ય વિકાસ, તાલીમ, સંશોધન અને શૈક્ષણિક સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યો હતો. આ કરારથી કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળવાની શક્યતા છે.

    ‘Celebrating Gujarat Tourism Year: Timeless Gujarat, Countless Experiences’ થીમ હેઠળ GIFT City Club, ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રવાસન વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત સહિત પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ અને પ્રવાસન પ્રવૃત્તિઓના નોડલ ઓફિસર ડૉ. ગૌરવ ડી. ચૌહાણે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

    કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રવાસન વર્ષના લોગો તેમજ ફિલ્મ શૂટિંગ માટેની સિંગલ વિન્ડો સિસ્ટમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર ટૂરિઝમ ચેમ્પિયન્સનું સન્માન કરાયું હતું.

    કચ્છ યુનિવર્સિટી અને TCGL વચ્ચેના કરાર હેઠળ આગામી સમયમાં 20થી વધુ પ્રવાસન આધારિત રેસિડેન્શિયલ કોર્સ તથા 20થી વધુ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. કચ્છના 150થી વધુ પ્રવાસન સ્થળોની ઓળખ કરી તેના સંરક્ષણ સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવશે. પ્રવાસન સ્થળો માટે ડિજિટલ પ્લેટફોર્મ અને સાઇનેજ બોર્ડ વિકસાવવાની કામગીરી પણ હાથ ધરાશે.

    આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટીમાં મંજૂર થયેલા સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્રે વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવાની દિશામાં કામગીરી થશે. TCGLની નવી ટૂરિસ્ટ ગાઇડ લાઇસન્સ પ્રક્રિયાને વેગ આપવા કચ્છમાં ઓછામાં ઓછા 100 નવા ગાઇડને તાલીમ આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

    કચ્છ યુનિવર્સિટી દ્વારા અગાઉ યોજાયેલી ટૂર ગાઇડ રિફ્રેશર તાલીમમાં 23 માર્ગદર્શકોએ તાલીમ મેળવી હતી. આ પ્રસંગે કચ્છના ટૂર ગાઇડ કેતનગીરી ગોસ્વામીની સફળતાગાથાનો પણ ઉલ્લેખ થયો હતો. 2012થી ગાઇડ તરીકે કાર્યરત કેતનગીરી રણોત્સવ દરમિયાન રોજના 50થી વધુ પ્રવાસીઓને માર્ગદર્શન આપી આત્મનિર્ભર બન્યા છે.

    આ MoUથી કચ્છમાં સ્થાનિક યુવાનો, સમુદાયો અને હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે તાલીમ, રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની નવી તકો ઊભી થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
apply