Skip to main content
Settings Settings for Dark

કચ્છના ભચાઉમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત,10ના મોત

Live TV

X
  • લગ્નપ્રસંગે હાજરી આપવા જઈ રહેલા શિકરા ગામના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.

    ભચાઉ તાલુકાના શિકરા ગામે થયેલા અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. જ્યારે કે પાંચથી વધુ લોકો ઘવાયાં છે. ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાથી મૃત્યુ આંક વધી શકે છે. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ શિકરા ગામનો પટેલ પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં 22 જેટલા લોકો બેસીને લગ્નનો માંડવો લઈ વીજપાસર ગામે જતો હતો. ત્યારે કુંભારડીથી આવી રહેલી લક્ઝરી બસે ટક્કર મારતાં આ દુર્ઘટના ઘટી હતી. શિકરા ગામથી થોડેક દૂર આ દુર્ઘટના ઘટી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply