કચ્છ : કલેકટર કચેરી ભુજ ખાતે મતદાન જાગૃતિ અંગેનું કચ્છી ગીત “આઉં ભારત ઐયાં” લોન્ચ કરાયું
Live TV
-
લોકસભા ચૂંટણી અંતર્ગત કચ્છ જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંર્તગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે કલેકટર કચેરી ભુજ ખાતે મતદાન જાગૃતિ અંગેનું કચ્છી ગીત “ આઉં ભારત ઐયાં” લોન્ચ કરવામાં આવ્યું હતું. અને સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વીપ દ્વારા કરાતી મતદાન જાગૃતિ પ્રવૃતિને જન જન સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મતદાનનું મહત્વ, મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવાઓ સાથે રાખવા, એક મતનું મહત્વ જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.
