Skip to main content
Settings Settings for Dark

કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો દબદબો યથાવત

Live TV

X
  • ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશિંગા ફૂંકાય તે પહેલાં જ અનેક બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપીને વિજયના તોરણો બાંધ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારો સામે કોઈએ ફોર્મ ન ભરતા અથવા વિરોધ પક્ષોના ઉમેદવારો મેદાનમાંથી હટી જતા ભાજપ બિનહરીફ વિજેતા બન્યું છે.

    કડીમાં 40 વર્ષનું શાસન અકબંધ
    મહેસાણા જિલ્લાના કડીમાં ભાજપે ઐતિહાસિક સફળતા મેળવી છે. કડી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં વોર્ડ નંબર 1, 3 અને 6 માં તો ભાજપની આખી પેનલ બિનહરીફ વિજેતા બની છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વિજયને વધાવતા જણાવ્યું હતું કે, કડીમાં છેલ્લા 40 વર્ષથી ભાજપનું શાસન અકબંધ છે. તેમણે આ સફળતા માટે મતદારો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો.

    નવસારી અને પાટણમાં પણ ભાજપનો વિજય​

    નવસારી જિલ્લામાં પણ ભાજપના વિજયની ઉજવણી શરૂ થઈ ગઈ છે. અહીં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલે વિજેતા ઉમેદવારોના મોઢા મીઠા કરાવી જીતની વધામણી આપી હતી. પાટણની વાત કરીએ તો, ત્યાંની ટુવડ બેઠક પર ભાજપના ગાયત્રી સિંધવ સામે કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ બન્યા છે.

    સુરેન્દ્રનગરમાં કેસરીયો લહેરાયો

    ધ્રાંગધ્રા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા જ વોર્ડ નંબર 01 માં ભાજપની પેનલ બિનહરીફ થઈ. ધ્રાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર 01 માં ભાજપના ઉમેદવારો સામે કોઈપણ રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધી ફોર્મ જ ન ભર્યું . ચૂંટણી પહેલા જ ધ્રાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 01ના તમામ 04 ઉમેદવારોની બિનહરીફ જીત થઈ. વોર્ડ નંબર 01 ના ઉમેદવારો હેમાબેન સિંગલ, પ્રિયંકાબા જાડેજા, અમરાભાઈ હાડગડા અને રાજેશ પટેલ બિનહરિફ વિજેતા થતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply