કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ
Live TV
-
ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશનની સામે ધમધમતી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં અચાનક ભયાનક વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટનો અવાજ એટલો તીવ્ર અને પ્રચંડ હતો કે તેના ધડાકાથી કપડવંજ પંથકના આસપાસના તમામ ગામો અને વિસ્તારોમાં આશરે 10 કિલોમીટર સુધી ધરતી ધ્રુજી ઉઠી હતી.
બ્લાસ્ટના કારણે નજીકના ગામોમાં ભૂકંપ જેવો અહેસાસ થતાં લોકો ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. આ પ્રચંડ ધડાકાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
વિગતો મુજબ, આ ફટાકડાની ફેક્ટરી કોઈ પણ જાતની સત્તાવાર મંજૂરી વિના, તંત્રની આંખમાં ધૂળ નાખીને ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી. રહેણાંક અને ગ્રામ્ય વિસ્તારની નજીક સુરક્ષાના નિયમો નેવે મૂકીને ચાલતી આ ફેક્ટરીમાં લાગેલી આગ અને વિસ્ફોટના પગલે સ્થાનિક તંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
